________________
૩૫૭
પ્રભુને નિર્વાણ મહત્સવ કરીને ઈન્દ્ર તથા દેવતાઓ નંદીશ્વર દ્વીપમાં જઈને ત્યાં શાશ્વત જિનબિંબની ભક્તિ કરશે. તથા અષ્ટાદ્દિકા મહોત્સવ કરશે. ત્યાંથી બધા ઈન્દ્ર, દેવતાઓ સુખપૂર્વક પિતપિતાના સ્થાને જશે.
ત્યારબાદ સુન્દરબાહુ પણ ઐશ્વર્યથી ઉન્માદી બનીને પંચેન્દ્રિય વધાદિ અશુભ કાર્યોમાં નિઃશંક બનીને જગલના હાથીની સમાન મહારંભ, પરિગ્રહને સેવત વિવેકરૂપી અર્ગલાને તેડી ઘણા પ્રકારના અશુભ કર્મોને કરતે, સાઠ લાખ વર્ષનું આયુષ્ય ભેળવી તમ પ્રભા નારકીને વિષે ઉત્પન્ન થશે, તેમના મોટાભાઈ બલદેવ “જે ” ધર્મના નામે પ્રસિદ્ધ છે. તેઓ રાજ્યથી વિરક્ત બની દમસાર મુનિની પાસે દીક્ષા ગ્રહણ કરી દસ્તર તપથી કર્મોને ક્ષીણ કરી શાશ્વત સુખને માટે મુક્તિ લક્ષ્મીની પ્રાપ્તિ કરશે. તેઓ પોતાનું પાંસઠ લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી મુક્તિએ જશે.
બલદેવ (શ્રીકૃષ્ણ વાસુદેવના ભાઈ)ને જીવ બ્રહ્મદેવલેકથી ચ્યવને ઉત્સર્પિણી કાળમાં ભારતમાં રાજપુત્ર તરીકે ઉત્પન્ન થશે શ્રીનગર પુરના રાજા તરીકે પ્રસિદ્ધ થશે. લાંબા સમય સુધી રાજ્યનું પાલન કરશે, અમમસ્વામિના તીર્થમાં મુનિચન્દ્ર મુનિની પાસે દીક્ષા લઈ ઘાતી કર્મોને ક્ષય કરી કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરશે સત્તર લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી મુક્તિએ જશે.