________________
સર્ગ ઓગણીસમે આ જ બુદ્વીપના ભૂષણરૂપ ભરતક્ષેત્રમાં આનંદપુર નગરમાં વાજંઘ નામને અત્યંત પ્રતાપી રાજા થશે, તેની માતાએ જોયેલા સ્વપ્નથી સુચિત ચક આદિ રત્નના સ્વામિ તથા અર્ધચકીની લમીથી ભરપુર પ્રતિવાસુદેવપણાને ધારણ કરશે, તેનું આયુષ્ય સાઠ વર્ષનું હશે, સાઠ ધનુષ પ્રમાણ શરીર હશે, શરીરને વર્ણ શ્યામ હશે, પિતાના પ્રતાપથી અર્ધ ભરતક્ષેત્રને સાધશે, તેની આજ્ઞાનું ઉલ્લંઘન કઈ કરશે નહી.
લક્ષ્મી અને સમૃદ્ધિથી દ્વારકાની સમાન શુભ નામની મહાનગરીમાં ત્રણે શક્તિઓથી વિરાજિત અતિ તેજસ્વી મહાતેજ નામને રાજા થશે, લેકેત્તર સુંદરતાથી વિભૂષિત અલૌકિક લાવણ્યશાલિની સાક્ષાત્ પૃથ્વી અને લક્ષ્મી નામની બે પત્નીએ હશે, કઈ રાજા પૂર્વભવમાં વિદેહક્ષેત્રમાં આહંતવ્રતની આરાધના કરી સમાધિપૂર્વક મરીને અનુત્તર વિમાનમાં જશે, ત્યાંથી ચ્યવીને તે જીવ મહાતેજ રાજાની પ્રથમ રાણે પૃથ્વીની કુક્ષિમાં ઉત્પન્ન થશે, પૃથ્વીદેવી રાત્રિના છેલા પ્રહરમાં ચાર મહા સ્વપ્ન જોશે, જે દ્વારા બલદેવના જન્મનું સુચન થશે, રાજા સ્વપ્નની વ્યાખ્યા કરશે, તેનાથી તેણીને અત્યંત હર્ષ પ્રાપ્ત થશે, પૂર્ણ સમયે તેણે ચંદ્રમાની સમાન કાંતિવાળા પુત્રને જન્મ આપશે, બારમા દિવસે પિતા તેનું નામ ધર્મ રાખશે.