________________
૧૬૮
જોઈને મુનિએ ધર્મદેવજ લઈ સ્થાનમાં આવી ગુરૂમહારાજને જોયેલી હકીકત કહી સંભળાવી, ગુરૂ મહારાજે અવધિજ્ઞાનથી જાણીને નાગશ્રીની દુષ્ટતા, તથા ધર્મરૂચિ અણગારની સદ્ગતિને વૃત્તાંત સાધુઓને કહ્યો, સાધુસાધ્વીઓએ સેમદેવાદિ પરિવારને મુનિ હત્યાના સમા. ચાર કહ્યા.
આખા નગરમાં સમાચાર ફેલાઈ ગયા અને હાહાકાર મચી ગયે, અરે પાપિણી ! તે આ પાપ કેમ કર્યું? ચંડાલની માફક તું અસ્પૃશ્ય છે? તારું નામ લેવામાં પણ મહા પાપ છે. આ પ્રમાણે કહેતા સમદેવદિ પરિવારે નાગશ્રીને ઘરમાંથી કાઢી મૂકી.
નિરાશ્રિત બનેલી નાગશ્રી રંકની જેમ અત્યંત દુઃખીત બની, જ્યાં ત્યાં રખડવા લાગી, મહા પાપ રૂપ ઝાડના સાક્ષાત્ ફલરૂપ શ્વાસ, કુષ્ટાદિ સેલ રોગથી નરકનું દુઃખ ભેગવવા લાગી, કુંભીપાકાદિ નરકની વેદનાથી પણ અત્યંત તીવ્ર વેદનાને સહન કરતી મરીને છઠ્ઠી નરકે ગઈ.
ત્યાંથી નીકળીને માછીમારપણે ઉત્પન્ન થઈ ફરીથી સાતમી નારકીમાં ગઈ, આ પ્રમાણે સાતે નારકીમાં બે બે વખત ઉત્પન્ન થઈને સ્થાવર અને ત્રસગતિમાં ઉત્પન્ન થઈને મધ્યમ ગુણેથી મનુષ્યનું આયુષ્ય બાંધ્યું. આ ચંપાનગરીમાં સાગરદત્ત શેઠની સુભદ્રા નામની પત્નીની કુક્ષિએ સુકુમાલિકા નામે પૂત્રી રૂપે ઉત્પન્ન થઈ તે જ