________________
સારંગ ધનુષ્યને ઉઠાવનાર તેજ દેવકીજીનો સાતમો ગર્ભ અને આપને મારનારે હશે, જ્ઞાનીએ કહ્યું હતું કે ભાવી વાસુદેવ તે ધનુષ્યને ઉઠાવશે, કાલિયનાગનું દમન કરશે, ચાણુરને મારશે, પત્તર અને ચમ્પક નામના બે કિપેન્દ્રોને મારનાર હશે, કંસરાજાએ પિતાના શત્રુની તપાસ મેળવવા માટે અરિષ્ટ આદિને વનમાં મેકલ્યા. - ચાણુર તથા મુષ્ટિક એ બનેને શ્રમ કરવાનો આદેશ આપ્યો, સાક્ષાત્ (રિષ્ટ) વિનરૂપ અરિટે વનમાં જઈને મેઘની સમાન, ઉન્મત્ત હાથીની જેમ ગર્જનાઓ કરવા માંડી, ગોવાળોમાં ભયંકર ઉપદ્રવ મચાવ્યો, પિતાની ગરદન ઉપર ગાયોને ઉઠાવી ફેંકવા માડી, દૂધ, દહીં, ઘી વિગેરેના વાસણને તેડી ફેંકી દીધા, તે વખતે એકાએક હે કૃષ્ણ! હા કૃષ્ણ! હે રામ! હા રામ! તમે જલ્દી આવે, અમને બચાવે? આ પ્રમાણેને કેલાહલ ચારે દિશામાં ફેલાઈ ગયો, કલાહલ સાંભળીને શોરીપુત્ર બલરામ અને કૃષ્ણ વૃદ્ધ ગોવાળના રાકવા છતાં પણ ન રેકાતાં જલદીથી દોડયા.
બંનેને પોતાની તરફ આવતા જોઈને અષ્ટિ પિતાના પુછડાને ઊંચુ કરી, શિગડારૂપ શસ્ત્રને આગળ રાખી, બંનેની સામે દેડ, કૃણે તેના બંને શિંગડાને ઊખાડી નાખી, કપડાની જેમ તે અરિષ્ટની ગરદનને નિચોવી નાખી, તે અરિષ્ટને યમના દ્વારે એકલાવી આપ્યો, સર્વે ગોવાળોએ જયઘોષ કર્યો, કૃષ્ણના ભૂજાબલની પ્રશંસા કરી.