________________
જેમ રાજા પિતાની પ્રજાનું ન્યાયપૂર્વક પાલન કરે છે અને તેથી જ તે નૃપ શબ્દ કહેવાને માટે લાયક બને છે અને “ન શક્તિ
તિ એ વ્યુત્પત્તિથી એટલે સમસ્ત પ્રાણીઓનું રક્ષણ કરે તે રાજ. આ વ્યુત્પત્તિને સિદ્ધ કરે છે.
સામાન્ય રીતે દરેક કાળમાં, દરેક આરામાં લગભગ બધા જ ધર્મોમાં ૨૪ ની સંખ્યાવાળા ઉત્તમ પુરૂષ હોય છે, પણ કેઈ કાળમાં તેથી વધારે ઉત્તમ પુરૂષો પ્રાય: હોતા નથી.
જેમકે, વિષ્ણુ લેકમાં ૨૪ અવતારરૂપે તે ૨૪ ને માને છે. મુસલમાન લેકે તે તે ઉત્તમ ૨૪ પયગંબરે માને છે. તેમ જે ૨૪ તીર્થકરોને માને છે.
આગામી કાળના ર૪ તીર્થકરો પૈકી આ શ્રી ૧૨ મા અમામ નામના શ્રી તીર્થકર ભગવંતનું જીવન ચરિત્ર પૂજ્ય આચાર્ય શ્રી મુનિ સુંદરસૂરિજીએ શ્લેકબદ્ધ બનાવેલ છે, તે ચરિત્ર લેકબદ્ધ હેવાના કારણે સામાન્ય જ્ઞાની છે તેને યથાયોગ્ય સ્વયં બાધ ન પામી શકે તે સાહજિક છે.
આવા અલ્પજ્ઞાની છેના બેધને માટે સુંદર અને સરળ છતાં રોમાંચક શલિથી તેને ગુજરાતીમાં અનુવાદ કરવામાં આવ્યો છે.
આ અનુવાદ પૂજ્યપાદ આચાર્યશ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજશ્રીના પ્રશિષ્ય શ્રી ભાનચંદ્રવિજ્યજીએ ખૂબ પરિશ્રમદ્વારા તૈયાર કરેલ છે. તેઓને આવો સુંદર પ્રયાસ ખરેખર પ્રશસ્ય છે.
આ અનુવાદમાં ભાવિ-જિનશ્રી અમસ્વામીના દરેકે દરેક ભવનું– તે તે ભવોમાં તેઓએ કેવા કેવા કાર્યો તથા જનહિત આદિ જે જે કર્યું છે, તે સંપૂર્ણતઃ સારી રીતે સમજાવ્યું છે.