________________
એ જ એકમાત્ર શ્રદ્ધેય–ધ્યેયને મુખ્ય લક્ષ રાખી અનાદિ અનન્ત કાલિન અનન્તાનન્ત શ્રી તીર્થકર ભગવો તથા અનન્તાનન્ત આચાર્ય ભગવતો આદિ એ પ્રચુર રસાત્મક ધર્મકથાઓના અખલિત પ્રવાહને વહેતો રાખીને જે મહત્તમ ઉપકાર કર્યો છે, તે શત-સહસ્ત્ર મુખથી પણ વર્ણવી શકાય તેમ નથી.
ચતુર્ગતિમય આ સંસાર અનન્તાનન્ત દુઃખથી ખાણ છે... ક્યાંય પણું સુખને તો છાંટોય નથી. હીન પુણ્યવન્ત પાપાત્માઓ અનેક પ્રકારે દૂઃખની જ પરંપરાઓ પ્રાપ્ત કરે છે, તે તો એક સહજ રીતે સમજાય તેવી વાત છે,
પરંતુ જન્મની આરંભીને જ જ્યાં અખૂટ સુખના ભંડારો છલકાતા હોય છે, તેવા મહાન પુણ્યવન્ત આત્માઓને પણ એજ જન્મમાં કેવા કેવા પ્રકારના ભયંકર દુઃખને અસહ્ય અનુતાપ સહન કરવો પડે છે, તે જ્યારે ધર્મકથાનકેમાં અનુભવની એરણ પર ચઢીને જાણવા મળે છે,
ત્યારે વર્તમાનકાલિન શ્રદ્ધા-ભ્રષ્ટ નીતિ-ભ્રષ્ટ અને સંસ્કારભ્રષ્ટ જન-જીવનના બુઝાતા શ્રદ્ધા દીપને પુનઃ પ્રકાશીત કરે, નીતિ હીન અને સંસ્કાર–હીન માનવજીવનમાં નીતિ અને સંસ્કારનું પુનઃ સંસ્કરણ પ્રસ્થાપિત થાય, તેવા સત્સાહિત્યને જન-જન અને ઘટ-ઘટમાં પ્રચાર/પ્રસાર થાય, તેવા ઠેસ પ્રયત્નની તાતી જરૂર છે, તેને સ્વીકાર કરવો જ રહ્યો.
નાતિ-ભ્રષ્ટ મડદાલ જીવન જીવવા માટે આ માનવ જીવન નથી, પરંતુ આત્માની અનન્ત શક્તિનું ઉત્થાન કરવા માટે જ આ મહામૂલ્યવાન માનવ જીવન છે. આત્માની અનન્ત શક્તિનું ઉત્થાન કરવા અને આત્માને મુક્તિના મંઝીલે પ્રસ્થાપિત કરવા માટે આત્મ-લક્ષી બનવાને પરમ ઉત્કૃષ્ટ પુરુષાર્થ અન્તરમાં જાગૃત બને, તે માટે સર્વોત્કૃષ્ટ ધર્મકથા સાહિત્યને આદર કરીએ.