________________
પ્રસ્તુત ગ્રન્થના પુણ્ય પ્રકાશન કાર્યમાં પ્રેરણા કરનાર પરમ પૂજ્ય, શાસ્ત્ર વિશારદ, અષ્ટાત્તર શતાધિક ગ્રન્થરત્ન પ્રણેતા યાગનિષ્ઠ આય ભગવ ંત શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી મ. સા.ના પટ્ટધર પરમ પૂજ્ય, પ્રશમરસનિધિ, વાત્સલ્ય મૂર્તિ, આચાર્ય ભગવન્ત શ્રીમત કીર્તિ સાગર સૂરીશ્વરજી મ. સા. ના પટ્ટધર પરમ પૂજ્ય પરમ શાસન પ્રભાવક, આયાય ભગવન્ત શ્રીમત સુએધસાગરસુરીશ્વરજી મ. સા. ને જેટલેા પણ આભાર માનીએ, તેટલા અલ્પ જ ગણાશે.
તેમજ પરમ પૂજ્ય, પ્રશાન્તમુતિ, આચાય ભગવન્ત શ્રીમદ્ મનહર કીર્તિ સાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબે મુદ્રણ કાર્યાં અંગેની તમામ જવાબદારી ઉઠાવાને સુંદર માર્ગદર્શન આપી જે અવર્ણનીય મહત્તમ ઉપકાર કર્યા છે; તે માટે અમારા હૃદયના ભાવેા વ્યક્ત કરવા અમારી પાસે કાઈ જ શબ્દો નથી, તે માટે અમે। અન્તઃકરણ પૂર્વક લાચાર છીએ.
નવપ્રભાત પ્રિન્ટર્સના માલિકાના તથા મુદ્રક સહકાર માટે નવનીતભાઈ જે. મહેતાના આભાર માનીએ છીએ.
પ્રાન્ત પ્રસ્તુત સુર-સુંદરી ગ્રન્થમાં અંક્તિ કરેલા દિવ્ય અને ભવ્ય કથાગત ભાવેને આપણા જીવન પરમ શ્રદ્ધેય-ધ્યેય બનાવવા સફળ બનએ; એજ શુભેચ્છા સહ વિરામ...