________________
૧૩.
સુરસુંદરી ચરિત્ર હે નાથ! આપણી પાછળ આવતે કઈ પણ આ વિદ્યાધર દેખાય છે. ઘણું કરીને આ નવાહન રાજા હોવો જોઈએ. કારણ કે; બીજા ઘણું વિદ્યાધરો એની પાછળ આવતા દેખાય છે. એ ઉપરથી હું માનું છું કે, જરૂર આપણે શત્રુ આવી પહોંચે. કનકમાલાને સંતાપ
હવે શત્રુ નજીકમાં આવ્યું છે. માટે હે પ્રિયતમ! આપને જે કંઈ ઉપાય કરવાનો હોય તે જલદી કરે, જેથી આપને કેઈ પ્રકારની પીડા થાય નહી, અને હું પણ વિરહના તીવ્ર દુઃખને સ્વાધીન થાઉં નહીં, તે સાંભળી મેં પણ પાછું મુખ વાળી તે તરફ જોઈને કહ્યું,
હે સુંદરી ! તારું કહેવું સત્ય છે. નર્ભવાહન રાજાને જ આ ઉપકમ દેખાય છે, પરંતુ તું આટલો ભારે બેદ શા માટે કરે છે ! જે કે; અનેક વિદ્યાધરોના પરિવાર સહિત આ વિદ્યાધરેંદ્ર અહી એકદમ આવશે તે ભયની કંઈ સીમા રહેશે નહી.
પરંતુ હે સુંદરી! જાણ્યા પછી ભય રાખવો શા. કામને ?
આ જગતની અંદર દરેક પ્રાણુઓએ જ્યાં સુધી. ભય ન આવ્યો હોય ત્યાં સુધી ભયથી ડરવું જોઈએ. પરંતુ તે ભયનું આગમન થયા બાદ બીલકુલ ભયભીત. થવાની જરૂર નથી.