________________
૨૮૨
સુરસુંદરી ચરિત્ર ગયું. જેથી એકદમ હું તેને વળગી પડશે અને અંદર ફુરણાયમાન તરંગથી વહન કરાતા નાના માછલાઓના આઘાતને સહન કરતે હું તરવા લાગે.
કેઈ ઠેકાણે સમુદ્રની અંદર અસંખ્યાત આઘાતવડે સુભિત થઈ હું ડૂબતે હતો.
કેઈ ઠેકાણે ગ્રાહે વડે ગ્રહણ કરાતી ગાધિકાઓના મુખમાંથી હું બચી જતા હતા.
કેઈ સ્થળે મગરોના આઘાતથી ટુટી ગયેલી છીપેલીના સંપુટમાંથી નીકળતાં મેતી મારી ઉપર પડતાં હતાં.
કેઈ ઠેકાણે તરંગથી વિપરાતાં પરવાલના જથા વડે હું રૂધાઈ જતા હતા. ઉપરાઉપરી મોટી લહેરેવાળા તરંગના વેગવડે હરણ કરાતો હું, હે નરેદ્ર ! પાંચ દિવસમાં સમુદ્રના કાંઠા ઉપર પહોંચી ગયે.
બાદ સૂર્યોદય થયે એટલે મારા શરીરમાંથી ઘણા દિવસની ભરાઈ ગયેલી ઠંડી ચાલી ગઈ. પછી ત્યાંથી ઉતરીને સારાં પાકેલાં કેળાં વિગેરે ઉતમ ફળવડે મારી સુધા મેં નિવૃત્ત કરી. પશ્ચાત્ શુષ્ક ટેપરામાંથી કાઢેલા તેલવડે અલ્લંગ (મર્દન) કરીને સરોવરમાં મેં સ્નાન કર્યું.
પછી પ્રયત્નપૂર્વક ચંદનવૃક્ષના પલના રસવડે કર મિશ્રિત ચંદનને શરીરે લેપ કર્યો. બાદ જાયફલ. અને ઈલાયચીસહિત ઉત્તમ પ્રકારનું પાનબીડું લીધું.
એ પ્રમાણે શારીરિક ક્રિયાથી નિવૃત્ત થઈ હું ત્યાં