________________
૨૫૬
સુરસુંદરી ચરિત્ર
હરિદત્ત શ્રેષ્ઠી
જબૂદ્વીપ નામે દ્વીપમાં મેરૂગિરિના ઉત્તર ભાગમાં ઐરાવત નામે ઉત્તમ ક્ષેત્ર છે.
તે ક્ષેત્ર શ્રેષગુણએ કરીને ત્રણે લોકમાં પ્રસિદ્ધ છે. તે અરવત ક્ષેત્રના આર્યક્ષેત્રના મધ્યખંડમાં, સુંદર શેભામાં અમરાવતી સમાન, પ્રતિપક્ષ રાજાઓને દુર્ગમ્ય, ત્રણ ભુવનની લક્ષ્મીનું કુલગૃહ, હજાર ધનાઢય શેઠી આઓ વડે સુશોભિત,
ત્રિક, ચતુષ્ક અને દુકાનની સરખી શ્રેણીઓ વડે બહુ વિશાળતાને વહન કરતું,
પ્રાચીનકાલથી પ્રતિષ્ઠિત થયેલું સુપ્રતિષ્ઠ નામે. ઉત્તમ નગર છે.
તેમાં પોતાના વૈભવ વડે કુબેરનું ઉપહાસ કરતે. સમગ્ર લોકેના ઉપકાર કરવામાં અહર્નિશ પ્રીતિવાળો, દેવ અને ગુરૂજનની સેવા પૂજામાં તત્પર, બંધુજનના વાત્સલ્યમાં સદૈવ ઉઘુક્ત,
દાક્ષિણ્ય અને દયા વડે વ્યાપ્ત છે હૃદય જેનું એ સમસ્ત વણિક લોકેમાં અગ્રપદને પામેલ હરિદત્ત નામે શ્રેષ્ઠ છે. છે. વળી રતિના સૌભાગ્યને તિરસ્કાર કરનારી, - દરેક કલાઓમાં કુશલ બુદ્ધિવાળી, - વાગવિલાસમાં મધુર કંઠવાળી,