________________
સુરસુંદરી ચરિત્ર
ર૫૫ -તળાઈ જેની અંદર બીછાવેલી છે એવા મનહર પલંગ ઉપર હું સુઈ ગઈ. દુદુભિનાદ
ત્યારપછી અધરાત્રીના સમયે દુંદુભિને નાદ સાંભળી, હું જાગ્રત થઈ ચારે તરફ જેવા લાગી.
આ દીવ્ય ધ્વનિ કયાં થતો હશે?
આકાશ તરફ દષ્ટિ કરતાં અનેક દિવ્ય વિમાન આકાશ માર્ગે ચાલતાં મારી દષ્ટિગોચર થયાં.
જેઓના તેજથી આકાશમંડળ ઝગઝગી રહ્યું છે.
દેવાંગનાઓના સમુદાય સહિત અનેક દેવતાઓના સમૂહને તે વિમાનમાં જોઈ મારા હૃદયમાં વિચાર થયે.
કેઈપણ ઠેકાણે આ દિવ્યવિમાને મેં પ્રથમ જેએલાં છે.
તેમજ આવા દેવ તથા દેવીઓને પણ કોઈ ઠેકાણે મેં જોયાં છે.
એમ વિચાર કરતાં એકદમ મને મૂછ આવી ગઈ
ક્ષણવાર પછી હું મૂછથી મુક્ત થઈ એટલે મને જતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું.
બાદ મનુષ્ય અને દેવ સંબંધી મારા બન્ને પૂર્વભવનું મને જ્ઞાન થયું. | હે ધારિણિી તે સર્વ વૃત્તાંત યથાસ્થિત હું કહું છું, તેનું તું શ્રવણ કર.