SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ સુરસુંદરી ચરિત્ર પ્રકારની ચિંતા કરવી નહીં. કારણ કે તારી ઉપર કામદેવની અસાધારણ કૃપા થઈ છે, જેથી . તેણે તારો હૃદયવલ્લભ તેજ પુરૂષ આ જન્મમાં જ તને મેળવી આપ્યો છે. માટે હવે તું નિઃશંક થઈ ગાઢ પ્રેમથી મારા કંઠનું આલિંગન કર ! તારી ઉપર આ પ્રિયજન બહુ ઉત્કંઠિત થયે છે. આ પ્રમાણે મારું વચન સાંભળીને તે બાલા લજજા. વડે નીચું મુખ કરી ઉભી રહી; ત્યારપછી ચિત્રગતિ પણ ત્યાં આગળ આવ્યો. બાદ મેં તે બાલાને કહ્યું. હે સુંદરી ! આ મારો અનન્ય મિત્ર છે. હે સુતન ! તારા વિયેગને લીધે જ્યારે હું અસહ્ય દુઃખમાં આવી પડ્યું હતું, ત્યારે હું આત્મવધ કરવાને તૈયાર થયો હતો તે સમયે નિષ્કારણ પરોપકારી અને ૌર્યવાન એવા આ મહાત્માએ મને આત્મઘાતથી બચાવ્યો હતે. તારા સમાગમને આ ઉપાય કરાવનાર પણ આ પુરૂષ જ છે. એના કહેવાથી અમે અહીં આવ્યા છીએ. અને એની સહાયથી આ મારૂં ઇચ્છિત કાર્ય સિદ્ધ થશે. માટે હે સુતનુ ! હવે તું કન્યાના સ્વભાવને સુલભ એવા ભયનો ત્યાગ કરીને તારાં પોતાનાં સર્વ વસ્ત્ર એને, જલદી તું આપી દે.
SR No.022741
Book TitleSursundari Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Swetambar Murtipujak Trust
Publication Year1986
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy