________________
૧૪૪
સુરસુ દરી ચરિત્ર
તા તેને નિવૃત્તિ કેાઈ દિવસ મળતી નથી, કારણ કે, તે શુષ્ક ઘાસની ગંજીમાં અગ્નિ સળગાવીને તેની નજીકમાં સન્મુખ પવનની લહેરમાં સૂવા જેવુ છે.
માટે હે સુંદરી ! આપણે આ બાબતમાં બહુ વિચાર કરવા જેવું છે. વળી આપણે જો આ કન્યા ગધવાહન રાજાને નહી. આપીએ તેા તેને બલાત્કારે પણ લીધા વિના તે છેાડવાના નથી, તા . પછી આપણે પાતે જ આપવી એ વધારે સારુ
કારણ કે, એમ કરવાથી આપણા સ્નેહ પણ ઉત્તરે!ત્તર વૃદ્ધિ પામે. અને જો આ કન્યા તે રાજપુત્રને ન આપતાં ચિત્રવેગને આપીશું તે। પછી આપણા અને ચિત્રવેગના પ્રાણ આખાદ રહેવા મુશ્કેલ છે. માટે હે મૃગાક્ષી ! અહી હવે આપણે બહુ વિકલ્પ કરવાની કઈ પણ જરૂર નથી, તેમજ તું નમાલાને સમજાવ કે, તે ચિત્રવેગના પ્રેમ છેાડી દે.
વળી આ નભે વાહન રાજકુમાર ઉત્તમ કુલમાં જન્મેલેા છે, પ્રિય વચન બેલવામાં બૃહસ્પત્તિ સમાન, સમસ્ત લેાકેાના મનને આનંદ આપવામાં બહુ દક્ષ, પરાક્રમમાં અદ્વિતીય, ધૈ માં સાગર સમાન અને દાન આપવામાં ક સમાન, એવા તે પેાતાના પિતાની લક્ષ્મી વડૅ વિભૂષિત છે. તેમજ નભેાહવાહન કુમાર સમગ્ર વૈતાઢય ગિરિમાં રૂપ, યૌવન, કલા, વિદ્યા અને નિલ ગુણૅ વડે વિખ્યાત છે. માટે આપણા કુલને લાયક અને