________________
૧૨
સુરસુંદરી ચરિત્ર એવા આ હૃદયને શાંત કરવા માટે તે દયિતાના દર્શનરૂપી. ઓષધ વિના બીજે કંઈ પણ ઉપાય નથી. | ઇત્યાદિક વિકલપચક્રમાં અથડાવાથી મને નિદ્રાદેવીનું દર્શન પણ થયું નહીં અને ચિંતામાં ને ચિંતામાં તે રાત્રી ચાર પ્રહરની હોવા છતાં પણ મને તે સમયે હજાર પ્રહર સમાન દુઃખદાયક થઈ પડી.
મુખેથી વર્ણવી પણ ન શકાય તેવા દુસહ સંતાપથી તપી ગયેલું મારું હૃદય કુટવાની તૈયારીમાં હતું, પરંતુ પ્રિયાના દર્શનની આશાને લીધે જ તે ટકી રહ્યું છે, એમ હું માનું છું. - ત્યાર પછી પોતાના શીતલ કિરણોના સમૂહ વડે પણ મારો સંતાપ દૂર કરી શકે નહીં, તેથી તે ચંદ્ર લજજાને પામતો અસ્તાચલ ઉપર ગયે હોયને શું ? એમ ક્ષણમાત્રમાં તે અદશ્ય થઈ પણ ગયે.
પ્રભાતરૂપી ઉત્તમ હાથીએ નિર્દૂલ કરેલી અને ચંદ્ર રૂપી પક્ષીએ ત્યાગ કરેલી એવી રાત્રી રૂપી વેલડીનાં તારારૂપી. પુપે જાણે ખરી પડતાં હોય ને શું ? તેમજ સૂર્યમંડળની હવે તૈયારી છે, એમ લોકોને જણાવવા માટે જેમ ક્ષણમાત્રમાં પૂર્વ દિશા કેસુડાં અને પોપટની ચાંચ સમાન લાલ મુખવાળી દેખાવા લાગી..
અનુક્રમે સૂર્યના કિરણે પ્રસરવા લાગ્યા, પ્રચંડ કિરણથી દિગંતરો છવાઈ ગયાં, જેથી કમલ વને એકદમ ખીલવા લાગ્યાં. ચક્રવાક પક્ષીઓ જોડલાં સાથે ફરવા લાગ્યાં.