________________
૧૬
મહારાજા વિરચિત ૧૦૮ પદ ઉપર વિસ્તૃત વિવેચના કરી અધ્યાત્મ જ્ઞાનને અપૂર્વ ખજાને-ભંડાર ખૂલલો મૂક્યો.
કર્મગ' ગ્રન્થની રચના કરીને જગત ઉપર વિકમ ઉપકાર કર્યો લોકમાન્ય તિલક મહારાજા અભિપ્રાય આપતા જણાવે છે. Had I known that you are writting your ‘KARMA YOGA'I might had written mine (Karama yoga)
વિ. સં. ૧૯૭૦ માગશર સુદ ૧૫ પેથાપુર મુકામે હજારો માનવોની ઉપસ્થિતિમાં અનેક ગામના જૈન સંઘે સમક્ષ આચાર્ય પદે અલંકૃત થયા.
જીવનના છેલ્લા શ્વાસ સુધી સાહિત્ય ક્ષેત્રની સેવા કરતા જીવનનું મિશન સિદ્ધ કર્યું. ફક્ત ચારિત્ર પર્યાયના ફક્ત ૨૪ વર્ષના અતિ અલ્પ સમયમાં જેમણે ૨૫ હજાર પુસ્તકનું વાચન કરી શ્રી જિનાગમના નિષ્કર્ષરૂપ નવનીત સમાન ૧૨૫ ગ્રન્થની અતિ અદ્દભત રચના કરી સ્વ. જીવનને સિદ્ધિના શિખરે પ્રસ્થાપિત કર્યું.
વિ. સં. ૧૯૮૧ જેઠ વદ ૩ મંગળવાર સવારે ૮-૩૦ કલાકે સ્વ જન્મ-ભૂમિ વિજાપુરમાં પાર્થિવ-દેહનું વિસર્જન કરી અન્ય વિશ્વની સેવા અર્થે તેમને અમર આત્મા અનન્તની મુસાફરીએ પ્રયાણ કરી ગયે.
કેટી કેટી વન્દન......... ગુરુ ચરણે.... ફૂલ ખરી ગયું.ફેરમ પ્રસરી રહી, દીપક બૂઝાય, દિવ્ય-પ્રભા પ્રસરાવી ગઈ
પૂ. મને હર કીર્તિ સાગર સૂરિ.