SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ સુરસુંદરી ચરિત્ર હાલમાં મને અધન્યને એક્દમ ત્યજી દઈને તું લેાકાંતરમાં કેમ ચાલી ગઇ ? ૬૧ હા ! સુંદરી ! કંઇ તા તુ ઉત્તર આપ. કેમ બેાલતી નથી ? શુ મારાથી રીસાઈ છે ? હું સુતનુ ! મે' તારા કંઇ અપરાધ કર્યો છે ? એકવાર મને જવાબ તા આપ. હું કમલાક્ષી ! મારા પ્રાણથી પણ તું મને વ્હાલી છે, ખીજી કાઈ સ્રીએ ઉપર મારા સ્નેહ નથી. તેમજ તારા માટે સમસ્ત અંતઃપુરની સ્ત્રીઓના સમાગમ મેં છોડી દીધા; તે તું જાણતી નથી ? તથાપિ. હૈ દૈવિ ! તારાજ પ્રેમની માળા હું ભજું છું, છતાં મને ઉત્તર આપતાં કેમ તું અચકાય છે ? હે સ્વામિની ! હવે પ્રસન્ન થા! પ્રસન્ન થા ! એટ બેઠી થઇ મને તુ પ્રત્યુત્તર આપ. શા માટે તું મને દુઃખી. કરે છે ? એમ કરૂણ શબ્દોથી રાજા અનેક પ્રકારના વિલાપ કરે છે. તેટલામાં હું ધનદેવ! હું ત્યાં રાતા રાતા ગયા. પછી મને પાતાના ખેાળામાં બેસાડી બહુ જ કરૂણ શબ્દોથી ખાલકની માફક તેણીના વિલાપમાં ગરક થઈ મુક્ત કઠે રાજા અત્યંત રૂદન કરવા લાગ્યા. સત્રીના પ્રાધ આ પ્રસ`ગ જોઈ સુમતિ મત્રી રાજાને કહેવા
SR No.022741
Book TitleSursundari Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Swetambar Murtipujak Trust
Publication Year1986
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy