________________
૪૮
સુરસુંદરી ચરિત્ર ત્યારબાદ સુપ્રતિષઠે બહુ પ્રેમથી તેને આલિંગન આપીને આશ્વાસન આપ્યું. પછી ધનદેવે તેને પ્રણામ. કર્યા કે તરત જ ત્યાં હાજર રહેલા પુરૂષોએ ઉત્તમ આસન. આપ્યું, તે ઉપર પોતે બેઠા. સુપ્રતિષ્ઠને પશ્ચાત્તાપ.
લજજાને લીધે નીચું મુખ કરી સુપ્રતિષ્ઠ વારંવાર મોટા નિશ્વાસ મુકતે કહેવા લાગ્યો કે, | હે મહાશય! તું અમારા પરમ ઉપકારી છે. માટે તમારી પાસે આવી ખાસ અમારે મળવું જોઈએ. તમારૂ દર્શન પણ અમારા પાપને દૂર કરનાર છે. પરંતુ અમારા. ઘેર તું આવ્યો છતાં અમે આવી સ્થિતિમાં તમારું સ્વાગત. કર્યું, એ અમારા પાપને જ ઉદય.
પાપીઓને કરેલો ઉપકાર અપકાર રૂપ થઈ પડે છે.. જેમ કે, સર્પને પાયેલું દૂધ પણ પરિણામે વિષને જ ઉત્પન્ન કરે છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે
પાપાત્માઓને કરેલે ઉપકાર કેવલ અનિષ્ટ કુલ આપનાર નિવડે છે. જેમ કે, સર્પજાતિને દુગ્ધપાન માત્ર વિષ વધારનાર થઈ પડે છે.
અરે ! હું પાપી કૃતન થયે. કારણ કે, પુત્રને જીવિતદાન આપનાર જે તું, આજે હારે ઘેર આવ્યા છતાં અમે આવું અધમ્ય કર્યું તમારા પ્રત્યે આચર્યું.
ધનદેવ બાલ્યા! અરે, શા માટે તમે આટલે