________________
.
સુરસુંદરી ચરિત્ર
કિચિત્ હાસ્ય કરતા તેએ ધનદેવની આજુબાજુએ ચાતરફ્ વીટાઈ વળ્યા અને તીક્ષ્ણ ખગ, કુંત, તેામર તથા ભાલાએ વડે ધનદેવને પ્રહાર કરવા મંડી પડયા.
૪૬
અહા ! નિર્દય લેાકને વિચાર તા હાય જ કયાંથી! તે પ્રમાણે ભિલ લેાકેાની પ્રવૃત્તિ જોઈ ધનદેવ પણ નિઃશંક થઈ તેઓની આગળ છાતી કાઢી પેાતાનુ' પરાક્રમ પ્રગટ કરવા લાગ્યા.
દયાને દેશવટા આપનાર તે ભીલે! જેમ જેમ ગાઢ પ્રહાર કરે છે, તેમ તેમ ધનદેવ અપૂર્વ કલાના અભ્યાસથી તે દરેક પ્રહારના બચાવ કરે છે. પેાતાના શરીરે એક પણ પ્રહાર લાગવા દેતા નથી. વળી કેટલાકના · બચાવ ઢાલથી કરે છે અને આમતેમ શરીરની લાઘવતાથી કેટલાક પ્રહારના બચાવ કરે છે. કેટલાકનેા તા દૂરથી ઉછળીને અને ઘણા ખરા પેાતાના ખડ્રગના પ્રહારે। વડે બચાવી લે છે.
ધનદેવના પરાજય
એમ કરતાં કરતાં મહાકષ્ટ વડે ભીલેાએ યુક્તિ પૂર્ણાંક ઢાલા વડે ધનદેવને પકડી લીધા, અને તેઓએ વિચાર કરી કહ્યું કે,
અરે! આ તા સાર્થના અધિપતિ વણિક છે, માટે એને બાંધીને માર્યા વિના સ્વસ્થ દેહે પલ્લીપતિને આપણે સાંપી દઇએ, જેથી આ વિણક આપણને ઘણું ધન આપશે.