________________
૮
.
કરી સદા દ્વાદશાંગીને પાઠ કરનારા, બાલ તથા ગ્લાનિ પામેલા સાધુઓની સેવા કરવામાં તત્પર રહેનારા મધુકૈટભ અંતે અનશન કરી મૃત્યુ પામી મહાશુક્ર દેવલેકમાં સામાનિક દેવ થયા.
કનકપ્રભ રાજા પણ ત્રણ હજાર વર્ષ સુધી વિલાપ કરી મરણ પામી તિષ્ક દેવલોકમાં વિર્ભાગજ્ઞાની દેવ થયેક ત્યાં પણ મધુરાજા ઉપર રહેલા પોતાના વૈરને જાણે છે પણ ત્યાં મધુરાજાને દીઠે નહીં તેથી પિતાના આયુષ્યનો ક્ષય થયા પછી ત્યાંથી ચ્યવી, કનકપ્રભ મનુષ્ય ભવ પામી તાપસ થયેક મહા કષ્ટકારક તપ કરી અતિ અલ્પ ત્રાદ્ધિવાળે વૈમાનિક દેવ થયે; તે સમયે પણ મધુરાજ ઉપર રહેલું વૈર વાળવા સમર્થ ન થયે; પિતાનું આયુષ્ય પૂર્ણ થતાં ત્યાંથી એવી સંસારમાં અનેક ભવમાં ભ્રમણ કરતા કરતા પુનઃ
તિષ્ક લેકમાં ધૂમકેતુ દેવ થયે મધુરાજાને જીવ પણ મહાશુકમાંથી એવી એકાવતારી થઈ કૃષ્ણની પત્ની રુકિમણુના ઉદરમાં પ્રાપ્ત થયે; જેમ પૂર્વ દિશા સૂર્યને પ્રકાશિત કરે છે તેમ પૂર્ણ સમયે રૂકિમણીને પ્રદ્યુમ્ન નામે પુત્રને પ્રસવ થયે. આ વાતની ખબર ધૂમકેતુને પડતાં રૂકિમણને વેષ લઈ રૂકિમણીના ઘરમાં આવી કૃષ્ણના હાથમાંથી તે બાળકને લઈ વૈતાઢય પર્વત ઉપર જઈ મારી નાંખવાની ઈચ્છાથી ત્યાં શિલા ઉપર તે બાળકને મૂકી ધૂમકેતુ ચાલ્યા ગયે. હે નારદ ! તે મેક્ષે જનાર છે માટે તે બાળક મૃત્યુ ન પામે પણ દુકુલ શામાં જેમ સુતેલું હોય તેમ સુખેથી તે બાળક શિલા ઉપર સુતેલ છે.