________________
૩
* પ્રસ્તાવના કk
શ્રી વેતામ્બર તપાગચ્છ મૂર્તિપૂજક જૈન સંઘમાં શાસન પ્રભાવના અનેક પૂર્વાચાર્યો કરતા આવ્યા છે. તેમાં મોગલ બાદશાહ અકબરને પ્રતિબધ કરનાર પૂ. આ. શ્રી હિરસૂરિજી (હીરલા) સાથે વિહાર કરનાર ઉપાધ્યાય શ્રી શાંતિચંદ્ર ગણિવરના મુખ્ય શિમ ઉપાધ્યાય શ્રી રત્નચંદ્ર ગણિએ આ મહાકાવ્ય સંવત ૧૬૭૪ના આધિન માસમાં વિજ્યાદશમી અને ચન્દ્રવાસરે સંસ્કૃત ભાષામાં રચેલું હતું. તેઓશ્રીએ ભક્તામર સ્તવ. શ્રી કલ્યાણુમંદિર સ્તવ. શ્રી દેવપ્રભ સ્તવ, શ્રીમદ્ ધર્મ સ્તવ, શ્રી ઘભવીર સ્તવ, પારસ કોશ, અધ્યાત્મ કપમ નિધિ મહાકાવ્ય, રઘુવંશ મહાકાવ્ય વિગેરેની વૃત્તિ રચેલ છે તેવી જ રીતે આ પ્રદ્યુમ્ન ચરિત્ર મહાકાવ્ય પણ (ત્રણ હજાર પાંચ અગણોસિત્તેર) ૩પ૬૯ કલોક પ્રમાણુ ગીર્વાણ ભાષામાં રચેલ છે.
આ સંસ્કૃત પ્રદ્યુમ્ન ચરિત્રનું ગુજરાતી ભાષાંતર પૂ. મુનિરાજ શ્રી ચારિત્ર વિજયજી મહારાજે કરી ગુર્જર ભાષાના જાણકાર ઉપર મહાન ઉપકાર કર્યો છે. આ ભાષાંતર પોણોસ (૫) વર્ષ પહેલાં વીર સંવત ૨૪૩પ માં છપાયેલ પરંતુ આજે એ અલભ્ય છે.
પૂ. આચાર્ય દેવેશ શ્રી અશોકચંદ્રસૂરિજી મહારાજે (ડહેલાવાલા) સદુપદેશ આપી આ ગ્રન્થ પ્રસિદ્ધ કરવા જે સ્તુત્ય પ્રયાસ કર્યો છે તે માટે શ્રી સંઘે ગૌરવ લેવા જેવું છે.
પં. ચિદાનંદમુનિ ગણીવરમાં
ભાન' જે ઉપાય, અહવા ગેટ સામે, સુરત-1. મહા સુદ ૫
કીર્તિસેનમુનિનાં
ધર્મલાભ