SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ અનેક ગુણરૂપી પુષ્પાથી નદનવન સમાન ઉગ્ર તપસ્વી શાસ્રવિશારદ ખાલબ્રહ્મચારી પૂ. આચાર્ય મહારાજા શ્રી નિપુણપ્રભસૂરિ મહારાજાની જીવન સુવાસ મેવાડના વસી ગામમાં સુશ્રાવક ખરતાજીને ત્યાં નવલમલજી તરીકે સંવત ૧૯૬૦ તે જેઠ સુદ ૧૪ના જન્મ લઈ સુરત પાસે મરોલી ગામમાં તેમના ફોઈને ત્યાં પ્રાથમિક શિક્ષણ લીધું. ૧૬ વર્ષની વયે સુરતના ધર્માંનિષ્ઠ વ્રતધારી સુશ્રાવક શ્રી કૃષ્ણાજી જોધાજીને ત્યાં રહેતા ધમ્મૂ– પ્રેરણા મેળવી વ્રત, પચ્ચકખાણ સામાયિક પૌષધમાં જોડાયા. વિક્રમ સંવત ૧૯૮૦ માં સુરત ગેપીપુરામાં ૫. શ્રી પદ્મમુનિજી મહારાજા પાસે ઉપધાન કર્યાં. ત્યાં દીક્ષાની ભાવના થઈ અને ૧૯૮૪નાં મહા વદ ૩ નાં શ્રી શત્રુ યાવતાર કતારગામ તીમાં દીક્ષા થઈ. નામકરણ પૂ. પં. શ્રી કનકમુનિ ગણિના શિષ્ય શ્રી નિપુણમુનિજી મહારાજ થયું. પૂ. શ્રી મેહુનલાલજી મહારાજનાં શિષ્ય પૂ. શ્રી દેવમુનિજી મ. પાસે વૈયાવચ્ચ ભક્તિ કરતાં આગમસૂત્રેાનું વાંચન કર્યું. પં. શ્રી કીર્તિમુનિજી મ. તથા પં. શ્રી હીરમુનિજી મ તથા પૂ. આ. શ્રી અમૃતસૂરિજી મ. પાસે યોગોહન કર્યાં.... સંવત ૨૦૧૨ માં સુરત વડાચૌટામાં પૂ. આ. શ્રી સમુદ્રસૂરિજી પાસે પન્યાસ પદવી થઈ. સં. ૨૦૧૮ માં મુંબઈ લાલબાગ ચેામાસું કરી પૂ. શ્રી મેાહનલાલજી સ્મૃતિ ગ્રન્થ પ્રગટ કરાવ્યેા. સ. ૨૦૨૩ નાં ચૈત્ર વદ છ તે તા. ૩૦-૩-૧૯૬૭માં પૂ. આ. શ્રી વિજયઉદયસૂરિજી આદિ પાંચ આચાર્યંની નિશ્રામાં આચાય પદવી થઈ. અને સમેત શિખરજીનાં તથા કલકત્તાથી પાલીતાણા સંઘમાં પધાર્યા. વિહારમાં પણ શ્રી વમાન તપની ઓળીએ ચાલુ રાખી ૧૧૦ એળી સુધી પહોંચ્યા. અંતિમ પણ ચોવિહારા ચાર ઉપવાસ કરી. સ. ૨૦૩૯નાં ફાગણુ વદ ૨ ને બુધવાર તા. ૩૦-૩-૮૩નાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. શ્રી વમાન તપનાં આરાધક ઉગ્રવિહારી, તપસ્વી સૂરિદેવને કોટીશ: વંદના. લિ. ૫. ચિદાનંદમુનિને શિષ્ય કીર્તિસેનમુનિ
SR No.022740
Book TitlePradyumna Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnachandragani, Charitravijay, Ashokchandrasuri
PublisherKirti Prakashan
Publication Year1984
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy