________________
૩૭મ
ગુણપાત્ર ગુરૂના ઘણા શિષ્યેામાં મુખ્ય અને પ્રવીણ કમલ સમાન મુખવાલા વરવાચકેદ્ર શ્રી શાંતિચ'દ્ર થયા. તેઓ શ્રી જમૂદ્રીપ પ્રજ્ઞપ્તિરૂપ સૂર્યકાંત મણિમાં સૂર્યરૂપ, અકબર આદૅશાહની સભામાં માન મેળવનારા અને શ્રી જૈન પ્રવચનની પ્રભાવના કરવાની વિધિમાં વૃક્ષ એવા થયા. તેઓ વિદ્યાના દાનથી ઘણા શિષ્યાને અતિશય પૂજ્ય થયા હતા. ગુણુના સાગર રૂપ એવા તે ગુરૂના પ્રસાદ મેળવી વિનીત શિષ્યાની પ્રાથનાથી વાચક શ્રી રત્નચંદ્રે આ ચરિત્ર રચેલું છે. વિદ્વાનોએ મારે વિષે કૃપા કરી શેાધવું, શેાધીને નિર્દોષ કરી વાંચવું, બીજાના ઉપકારને માટે સારી રીતે લખવું અને શિષ્યાદિકને પાઠન કરાવી તેનું પરિશીલન કરવું. સંવત ૧૬૭૪ ના વર્ષ આશ્વિન માસમાં વિજ્યાદશમી અને ચંદ્રવારે વાચકવર શ્રી રત્નચંદ્ર ૩૫૬૯ શ્ર્લાક અને ૧૬ અક્ષર અધિક પ્રમાણુવાલા સંસ્કૃત પદ્ય રૂપે આ ગ્રંથ રચેલે છે.
समाप्तोऽयं ग्रंथः