________________
૩૬૯
કૃષ્ણના ઉપકારક ગુણોને સંભારી વિલાપ કરવા લાગ્યા. એવી રીતે ચિરકાલ વિલાપ કરી, “આ સંસારની સ્થિતિ એવી છે, એમ જાણુ સુકૃતી યુધિષ્ઠિરે કચ્છની ઉત્તર કિયા કરી. લોકોનાં વચનથી મેટા કષ્ટ શેકને નિવૃત્ત કરી યુધિષ્ઠિરે જરાકુમારને માટે ઉત્સવ કરી રાજ્ય ઉપર બેસાડ્યો. આ વખતે કરૂણાસાગર શ્રી નેમિ તીર્થકરે જ્ઞાન રૂપ ચક્ષુથી તે પાંચ પાંડવોને દીક્ષા લેવાની ઈચ્છાવાલા જાણી ચાર જ્ઞાનને ધારણ કરનાર, ધીર, અને પાંચસો સાધુઓથી પરિવૃત એવા નામથી અને પરિણામથી ઘમઘોષ આચાર્યને ત્યાં મેકલ્યા. આચાર્યને જોઈ તેઓ ખુશી થયા. પુરૂષામાં ઉત્તમ એવા પાંચે પાંડવોએ મેટા ઉત્સવથી તે ધર્મઘોષ આચાર્યની પાસે દીક્ષા લીધી. દ્રૌપદીએ પણ હર્ષથી તેમની સાથે દીક્ષા લીધી, કારણ કે, પતિવ્રતાને એ ધર્મ છે કે, તે પતિને છેડતી નથી. તેઓએ વિવિધ અભિગ્રહ લઈ વ્રત પાળવા માંડયું, અને ગુરૂની પાસે અભ્યાસ કરી તેઓ દ્વાદશાંગીને ધારણ કરનારા થયા. તેમાંથી ભીમમુનિએ એવો અભિગ્રહ ધારણ કર્યો કે, જે કઈ પુરૂષ ભાલાના અગ્ર ભાગથી આહાર આપે તે જ મારે આહાર લે, નહીં તે ઉપવાસ કરે.” આ પ્રમાણે દૃઢ હદયવાળા અને શુભ બુદ્ધિવાળા ભીમમુનિએ અભિગ્રહ લઈ છ માસ સુધી નિરાહારપણે તપસ્યા કરી. જ્યારે તે અભિગ્રહ પૂર્ણ થયો એટલે તેણે પારાણું કર્યું. એવી રીતે તે પાંચે પાંડ વ્રતકર્મમાં પણ શૂરવીર થયા.