________________
૩૬૭ ભાઈ, તમે નિરર્થક પાસે રહેશે, તેથી શું થવાનું? તમે છતાં પણ મારે દુસહ વેદના સહન કરવાની અહિં જ છે. સુવર્ણ, રૂપું, રત્ન અને ગૃહને ભાગ વહેંચી લેવાય છે, પણ કઈ સ્વજનની વેદનાનો ભાગ લઈ શકતું નથી. મારી દ્વારિકા નગરીને દાહ થવાથી અને આવી અવસ્થા વડે મારું મૃત્યુ થવાથી મારા શત્રુઓને હર્ષ અને મારા સુહદોને શક થયેલે છે; તેથી શંખ, ચક અને ગદાને ધારણ કરનારી, શાં ધનુષ્યવાલી, પીળા પીતાંબરવાલી, આભૂષણથી યુક્ત, ગરૂડના વાહનવાલી, લક્ષ્મી સહિત અને સુવર્ણ તથા રત્નના વિમાનમાં રહેલી મારી ચંદનયુક્ત મૂર્તિ મારા મિત્રોને અને શત્રુઓને તમે બતાવજે. તેમજ નીલ વસ્ત્રને ધારણ કરનારી, ધીર, તાલધ્વજના ચિહ્નથી મને હર અને પૃથ્વીને વિદારવાને ઉગ્ર હાથવાલી તમારી પવિત્ર મૂર્તિને મારી મૂર્તિની પાસે રહેલી બતાવજે. આ પ્રમાણે દેશ દેશે અને શહેરે શહેરે કરજે એટલે આપણે સર્વે અનશ્વર છે એમ લોકોને પ્રતીતિ થાય. જગતમાં ઉત્તમ પુરૂષે વિપત્તિ અને સંપત્તિમાં સમભાવ રાખવો જોઈએ. પ્રેમને વશ થયેલા બલરામે તે વાત કબુલ કરી ભરતભૂમિમાં આવી વિમાનની સમૃદ્ધિ બતાવી દેશે દેશ, શહેરે શહેર અને ગામે ગામ લેકોને કહ્યું કે, હે લેકે સાવધાન થઈને સાંભળે. આ સૃષ્ટિ અમેએ બનાવી છે અને તેને સંહાર પણ અમે કરીશું. દ્વારિકા નગરી પણ અમે રચી અને અમે સંહાર કરી છે. અમે ઈચ્છાથી સ્વર્ગ તથા પૃથ્વી ઉપર જઈએ છીએ અને ઈચ્છાથી આવીએ છીએ. અમે પરતંત્ર નથી. આ પૃથ્વી ઉપર અમારા સિવાય