________________
૩૪3 ત્યાં જઈ સર્વ નગરમાં દરરોજ પટ ઘોષણા પૂર્વક તે દુષ્ટ બુદ્ધિવાલા તાપસનું નિયાણું સર્વને જાહેર કર્યું. આ વખતે સંસાર સાગરમાં પડતા એવા પ્રાણીઓને રક્ષણ કરવાને જેમ મોટું નાવ આવે તેમ શ્રી નેમિનાથ પ્રભુ ત્યાં આવી મેટી સમૃદ્ધિ સાથે સમસય. પ્રભુએ દેશના આપવાને આરંભ કર્યો. કૃષ્ણ હંમેશાં જઈ તે દેશના સાંભળવા લાગ્યા અને બીજા સર્વ લેકે સાવધાન થઈ ધર્મ કરવામાં તત્પર થયા. તે વખતે નેમિનાથ પ્રભુની દેશના સાંભળી પ્રદ્યુમ્નકુમારની બુદ્ધિ વિરક્ત થઈ ગઈ તેણે આવી બે હાથ જોડી કૃષ્ણને તરત વિનંતિ કરી કે, “પિતાજી, શ્રી નેમિનાથ પ્રભુની દેશના સાંભળી હું આ સંસાર ઉપરથી ઉદ્વિગ્ન થઈ ગયે છું માટે મને દીક્ષા લેવા આજ્ઞા આપો. હવે આ સંસારમાં રહેવું મને યેગ્ય લાગતું નથી.” કુમારનાં આવાં વચન સાંભળી કૃષ્ણ કર્યું, “વત્સ, તને ધન્ય છે. તું બાળક છતાં દુઃખને નાશ કરનારી અને આ સંસારને તારનારી આવી તારી બુદ્ધિ થઈહું જાણું છું તે છતાં મને સ્વપ્નામાં પણ આવી બુદ્ધિ થતી નથી તે ઉપરથી મને લાગે છે કે, મને નરક ગતિનું દુઃખ ઘણે કાળ પ્રાપ્ત થશે. હે પુત્ર, હું તને નેહને લઈને દીક્ષા લેતા અટકાવું, પણ પરિણામ વિચારતાં તને તપસ્યા કરવાને માટે આજ્ઞા આપું છું. જેમ ગ્ય લાગે તેમ સત્વર કર.” તે પછી શાંબ અને બીજા કૃષ્ણના તથા બલદેવના કુમારોએ પણ આવીને તેમ કહ્યું, એટલે કૃણે તેમને આજ્ઞા આપી. પછી તેઓએ પ્રદ્યુમ્નની સાથે પ્રભુ પાસે જઈ મહાવત ગ્રહણ કર્યું. રૂકિંમણ, જાંબુવતી