________________
૩૧૫
સાથે અહીં આવેલા છીએ. આજે છઠ્ઠને પારણે તેમની આજ્ઞા લઈ અહીં વહોરવાને આવ્યા છીએ. અમે છીએ ભાઈઓ ત્રણ જેડીએ થઈ ભિક્ષા માટે ફરીએ છીએ, અમારે ભિક્ષા સુલભ છે. તે મુનિનાં વચનથી હર્ષ પામેલી દેવકી મનમાં ને મનમાં વિચાર કરવા લાગી કે, આ કૃષ્ણના સરખા છે અને મને હર્ષ આપનારા કેમ છે? એક ઝાડનાં ફળ પણ સરખા હેતાં નથી. રખેને આ મારા કૃષ્ણના સહોદર છ પુત્રો તે નહિ હોય? પૂર્વે અતિમુક્ત મુનિએ મને કહ્યું હતું કે, “હે મહા ભાગા, તું જીવતા પુત્રોને જેનારી થઈશ. તે મહા મુનિનું વચન મિથ્યા ન થાય. અરે શ્રી નેમિનાથ પ્રભુ છતાં મારે સંદેહ શા માટે રાખવો જોઈએ? હું જઈને શ્રી નેમિનાથને પૂછી જોઉં. પ્રભુ સંશય રૂ૫ અંધકારમાં સૂર્ય રૂપ છે.” આવું ચિતવી દેવકી સમવસરણમાં આવી. દેવકીના મનને ભાવ જાણે શ્રીમાન નેમિપ્રભુ બોલ્યા, “હે દેવકી, આ તારા છ પુત્રોને જે અને હર્ષ પામ. પૂજાએલા નંગમેલી દેવતાએ સંતુષ્ટ થઈ તે જન્મ આપેલા પુત્રો સુલસાને અનુક્રમે આપ્યા હતા. તે દેવ મરી ગયેલા એવા સુલસાએ જન્મ આપેલ ગર્ભને તમારી પાસે મૂકતે તેને મૂઢ બુદ્ધિને ગર્વથી કદર્શન પામેલે કંસ વૃથા મારતો હતો.”
આ પ્રમાણે પ્રભુનાં મુખેથી સાંભળી હર્ષ પામેલી દેવકીએ તે છ મુનિઓને વંદના કરી. તે વખતે નિશ્ચલ રહેલી દેવકીનાં સ્તનમાંથી નીકળતી દૂધની ધારાથી પૃથ્વીને સિંચન કરવા લાગી. તે છ મુનિઓને નિરખતી દેવકી પિતાના હૃદયમાં વિચાર કરવા લાગી કે મારે સાત પુત્ર