________________
સામાન્ય નથી તેમ પરિચિત પણ નથી, ત્યારે તે કઈ દેવ હવે જોઈએ. પણ આના નેત્રો મીંચાય છે અને ઉઘડે છે તેથી આ દેવ તે નથી જ, પણ વિદ્યાવાળે આ કઈ વિદ્યાધર છે.
આમ વિચાર કરતાં કરતાં કૃષ્ણ આયુધ વગર ઉભેલા છે તે સમયે દક્ષિણ બાહુ ફરકવા લાગ્યું. ત્યારે કૃષ્ણ પિતાના દક્ષિણ બાહુનું ફરકવું બળદેવને બતાવ્યું. બળદેવે કહ્યું કે, તેના ફળમાં ઈષ્ટજનને સમાગમ થશે.” આમ સંશય ભરેલી વાતે કરે છે તેટલામાં નારદમુનિ આવી કૃષ્ણને કહે છે કે, “અરે કૃષ્ણ! તું તેની સાથે યુદ્ધ કરે છે? આ તે તારી શ્રી રૂકિમણને પુત્ર છે. કાલસંવર રાજાને ઘેરથી હું આ સેળ વર્ષના મહા બુદ્ધિશાળી પ્રદ્યુમ્ન નામના તારા પુત્રને અહીંયાં લાવ્યો છું.” આમ નારદમુનિ જ્યાં કહે છે ત્યાં પ્રદ્યુમ્નકુમાર આવી પિતાના પિતા કૃષ્ણના ચરણકમલમાં પડ્યો. આનંદને લીધે થતી અશ્રુધારાથી કૃષ્ણના ચરણને ભીંજવી દેતે કુમાર વારંવાર પ્રણામ કરવા લાગ્યું. ત્યારે કૃષ્ણ મહારાજે પોતાના પુત્ર શ્રી પ્રદ્યુમ્નકુમારને પોતાના ખોળામાં બેસાડી અતિ આનંદ થવાથી નેત્રમાંથી ઝરતા જળથી અભિષેકપૂર્વક પુત્રના મસ્તકનું ચુંબન કર્યું. ત્યાર પછી કુમારે બળદેવને પ્રણામ કર્યા, ત્યારે બળદેવે પણ કુમારનું હર્ષપૂર્વક ચુંબન કર્યું. તે પછી કુમારે સમુદ્રવિજયને તથા વસુદેવને પ્રણામ કર્યા. તે વખતે યુદ્ધની ભૂમિ, આનંદની ભૂમિ થઈ ગઈ.
તે સમયે કૃષ્ણ મહારાજે તિષ શાસ્ત્રને જાણનારા