________________
૧૮૮ રચેલા રથમાં પિતાની માતાને બેસાડી લેકો દેખે તેમ જાહેર રીતે રાજમાર્ગમાં પ્રદ્યુમ્ન કુમાર ચાલતે થયે. રથ ઉપર બેઠા બેઠા શંખધ્વનિ કરી જાહેર કરે છે કે, “કૃષ્ણની મુખ્ય પટરાણી તથા તેનું પ્રેમ પાત્ર રૂકિમણીને હું હરી જાઉ છું, માટે આ દ્વારિકાપુરીમાં જે કોઈ બળવાન હોય તે પુરૂષ મારી આગળ આવી જાઓ અને મારા હાથમાંથી રુકિમણને છોડાવી જાઓ. કૃષ્ણ મહારાજ, બળદેવ અથવા તે બંનેને જે કંઈ બીજો પુત્ર હોય, તે સર્વે આવી મારી સાથે યુદ્ધ કરી મારા હાથમાંથી આ રૂકિમણીને છોડાવી જાઓ. નહીંતર ભયભીત થયેલા તથા શરીરમાં કંપતા તે પુરૂષે પિતાના ઘરમાં જઈને પિતાની સ્ત્રીનું શરણ લે.”
આવાં આક્રોશ ભરેલાં વચન સાંભળી કેટલાક શૂરવીર રાજાઓ હાથી, રથ, ઘેડા ઉપર બેસી, કેટલાક પગપાળા, પ્રદ્યુમ્નની સન્મુખ આવી ઉભા રહ્યા ત્યારે કુમારે તેઓને એક પછી એક સહેજમાં જીતી લીધા, લજજાને લીધે તે રાજાઓ નીચાં મોઢાં કરી પાછા પિતાને ઘેર ચાલ્યા ગયા. આ વાતની કૃષ્ણને ખબર પડતાં પિતાની મોટી સેના લઈ તથા બળદેવને સાથે લઈ કૃણુ મહારાજ ઉગ્રસેનાદિક યાદ સહિત યુદ્ધ માટે કુમારની આગળ આવ્યા.
આવેલા કૃષ્ણાદિકને જોઈ પ્રદ્યુમ્ન કુમાર હસતે હસતે બોલે છે કે, “અરે કૃષ્ણ! તને જે લજજા પ્રિય હોય તે લજજા સહિત તું તારે ઘેર ચાલ્યા જા. કંસાદિકને વધ કરવાથી જે તારી કીર્તિ થઈ છે તે આખા વિશ્વમાં જેના સાહસની તુલના થઈ શકતી નથી તેવા મને જીતી કીર્તિ