________________
૧૯૭ તે કદી મને પચવાનું નથી માટે મારે તે તમારી રસોઈ તમારા આંગણામાં મૂકી જવી. આમ કહીને તે બ્રાહ્મણે જે ખાધું હતું તે સર્વે અનુક્રમે વમન કરી નાખ્યું; તેને લીધે આખા ઘરમાં દુર્ગધ દુર્ગધ થઈ રહી. “અરે ઉઠ ઉઠ, નીચ બ્રાહ્મણ ! અમારું સઘળું ઘર બગાડી દીધું. અહીંથી વહ્યો જા, વહ્યો જા.” આવી રીતે દાસીઓએ તિરસ્કાર કરાએલે તે વિપ્ર ત્યાંથી ઉઠી બહાર ચાલ્યા ગયે. બહાર નીકળી એક બાળમુનિ બની પ્રદ્યુમ્નકુમાર પ્રજ્ઞપ્તિ વિદ્યાથી ઓળખી કાઢેલા તથા શેકમાં ગરકાવ થઈ ગયેલા રુકિમણીના મહેલમાં ગયે. આવેલા મુનિ વાસ્તે આસન લેવા સારૂ રુકિમણું ઘરમાં ગઈ તેટલી વારમાં તે બાળમુનિ આવી કૃષ્ણના સિંહાસન ઉપર બેસી ગયે. તે જ ક્ષણે રુકિમણું શુભ આસન લઈ બહાર આવી. મુનિને વાંદી તેણીએ કહ્યું કે, “મુનિરાજ! આપ તે આસન છેડી દે, કારણ કે આ સિંહાસન ઉપર કૃષ્ણ મહારાજ અથવા તેનો પુત્ર બેસી શકે છે, તે સિવાય કઈ પણ અન્ય પુરૂષ બેસે તે તે સિંહાસનને અધિષ્ઠાયક દેવ સહન કરી શકતો નથી. માટે હે મુને ! આ કૃષ્ણના સિંહાસન ઉપરથી સત્વર ઉઠી આ બીજા શુભાસન ઉપર બેસે અને કયા કારણથી આપનું પધારવું થયું છે તે આપ કહો.”
બાળમુનિ હસી બેલ્યા, “હે માતા ! હું બાળપણથી તપસ્વી છું તેને લીધે મારે પરાભવ કરવા કઈ પણ દેવ શક્તિમાન નથી. હું આજ બહુ મુસાફરી કરી તારે ઘરે