SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ કર ગ્રહણ થાય છે, કે પાસેથી કઈ જાતને કર લેવાતે નથી, યુવતિ જનેના કેશપાશનું જ બંધન થાય છે તથા અગરૂવાસ (અગરનીવાસ) પણ તેમાં જ થાય છે, શિક્ષા માટે લેકેનું બંધન નથી તથા સર્વ લેકને કુલવાસી ગુરૂ ગ્રહવાસી થાય છે, મૃદંગમાંજ તાડન (વગાડવું) છે, દોષને લઈ લેકેનું તાડન નથી. દ્વિજીહતા (બે જીભપણું) તે સમાં જ છે. લેકમાં દ્વિજીહતા (ચાડીયાપણું) નથી. તસ્કરપણું વાયુમાંજ છે, લોકોમાં તસ્કરપણું (ચેરી કરવાપણું) નથી, તે મગધ દેશમાં લક્ષ્મી અને સરસ્વતીનું સદા નિવાસસ્થાન હવાથી અતિ પ્રશંસનીય, કેડે ધનિકેથી મંડિત, કદાપિ શત્રુઓથી ખંડિત નહિ કરાયેલું ભૂમિનું મુખ્ય ભૂષણ રાજગૃહ નામે પ્રસિદ્ધ પુરમાં સ્વકીય યશની શ્રેણી કરનાર ક્ષાયિક દર્શનને ધારક, અનાગત વિશિમાં આદિ તીર્થંકર થનારા, દેવ ઉપસર્ગરૂપ કટીથી પરીક્ષિત, સમ્યકત્વરૂપ સુવર્ણ ભૂષસુધારક, કદાપિ મિથ્યાત્વના લેશ માત્રથી પણ દૂષિત નહીં થયેલ, નિખિલ વિદ્વજનથી પ્રશંસાપાત્ર શ્રેણિક નામે રાજા રાજ્ય કરે છે. એક સમયે સુરાસુર પરિષદ સહવર્તમાન, કર્મરૂપ ઇંધન સમુહમાં અગ્નિ સમાન, સુયશસ્વી શ્રી મહાવીર ભગવાન સમવસર્યા ત્યાં દેવતાઓએ શરણથી પુરૂષને શરણરૂપ મણિસ્વર્ણ રજતાદિકથી સમવસરણ રચ્યું. તે સમયે જેના હૃદયમાં હર્ષ માટે નથી તેવા વનપાલે આવી રાજાને વિજ્ઞપ્તિ કરી કે હે સ્વામિનું આજે ઉદ્યામાં શ્રી વીર ભગવાન સમવસર્યા છે, આ વાત શ્રવણ પથગેચર થતાંજ ઉસ્થિત
SR No.022740
Book TitlePradyumna Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnachandragani, Charitravijay, Ashokchandrasuri
PublisherKirti Prakashan
Publication Year1984
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy