________________
܀
તેણીને બહુ આનદ થયા. તે લક્ષ્મીવતીએ કુકુમવાળા હાથે તે ઇંડાંના સ્પર્શ કર્યો. હાથ કુ'કુમવાળા હાવાથી તે ઇંડુ' લાલ અની ગયું ને રાતાશને લીધે તેની માતાએ “આ ઇંડું મારૂં નથી” એમ ધારી છેડી દીધુ. સોળ ઘડી સુધી તેની માતાએ સેવ્યું નહીં. શીત અને તાપને સહન કરતું. ત્યાં જ પડી રહ્યું. તેના આયુષ્ય યાગથી તે સમયે મેઘવૃષ્ટિ થવાથી કુંકુમ ધોવાઈ ગયુ. અને જેવા રંગ હતા તેવે જ રહ્યો. ત્યાર પછી “આ અચ્ચુ મારૂ છે” એમ આળખી આવેલી માતાએ તે સેવ્યુ', કેટલેક કાલે તે ઈંડું મઢી પાંચ જાતના વણુ વાળાં પિછાને ધારણ કરનાર માર થયા. લક્ષ્મીવતી બ્રાહ્મણી પાછી ઉદ્યાનમાં આવી. ક્રીડા માટે તેણીએ દીનસ્વરે પાકારતી તેની માતા આગળથી તે ખાલક મેરને પકડી પેાતાને ઘેર લઈ જઈ પાંજરામાં પૂરી દીધા. તે મારના બાલકને ઉત્તમ વસ્તુ ખવરાવવા લાગી, સ્વચ્છ જલપાન કરાવવા લાગી, અને પોતે હાથમાં તાલિકા મારી મધુર સ્વરે ગાતી ગાતી તેને નૃત્ય શીખવવા લાગી. કરૂણાજનક સ્વરે રાડો નાંખતી તેની માતા બ્રાહ્મણીનાં આંગણાને છેડતી ન હતી. બ્રાહ્મણી તેની માતાને વારંવાર કાઢી મૂકતી હતી પણ તે તે ત્યાં આવીને જ ઉભી રહેતી હતી. એક દિવસે મયૂરીને બહુ રાડો પાડતી સાંભળી લક્ષ્મીવતીની પડોશમાં રહેનારા લેાકેાએ લક્ષ્મીવતીને કહ્યું કે, “અરે, પાપી ! તે
આ શું પાપના ધંધા આદરેલા છે ? તને તેા ગમત થાય છે અને આની માતા આ વગર મરી જાય છે! જરા વિચાર તેા કર, જરા પાપથી તે ભય રાખ. માટે જો તું તારૂ