SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૨૨૮ ૫૩૫ શ્રેયવિધ્વશાંતિ માટે પુણ્યના અંતરાયની પ્રશાંતિ માટે આપવો અર્થાત્ પોતાને અવિચ્છિન્ન યોગમાર્ગની પ્રાપ્તિ થાય તેવા પુથમાં અંતરાય કરનારાં કર્મોની પ્રશાંતિ માટે આપવો, પરંતુ પર્ષદામાં પોતાનો પ્રભાવ પ્રાપ્ત કરવા કે પોતાને અનેક શિષ્યસંપદા પ્રાપ્ત થાય તેવા આશયથી ન આપવો. ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિમાં છે. ૨૨૮ આ યોગદષ્ટિસમુચ્ચય ગ્રંથ સમાપ્ત થયો. શ્વેતાંબર સાધુ આચાર્ય હરિભદ્રસૂરિ મહારાજની કૃતિ છે. સવૃત્તિ યોગદષ્ટિસમુચ્ચય ગ્રંથ સમાપ્ત થયો. ભાવાર્થ : શ્લોક-૨૨૯, શ્લોક-૨૨૭માં ગ્રંથકારે બતાવ્યું કે અયોગ્યને આ ગ્રંથ આપવો નહિ, અને તેનું કારણ બતાવ્યું કે શુદ્ર પ્રકૃતિથી ગ્રંથકાર નિષેધ કરતા નથી, પરંતુ અયોગ્ય જીવોના અહિતના પરિવાર માટે અયોગ્યને આપવાનો નિષેધ કરે છે. આથી જ પ્રસ્તુત શ્લોકમાં કહે છે કે યોગ્ય શ્રોતાને પ્રસ્તુત ગ્રંથ આપવો. તેથી અર્થથી અયોગ્યને આપવાનો નિષેધ દૃઢ થાય છે. વળી આપતી વખતે યોગદૃષ્ટિ ગ્રંથના જાણનાર આચાર્યએ ઉપયોગપૂર્વક આપવો જોઈએ, જેથી પ્રસ્તુત ગ્રંથના આશયથી લેશ પણ અન્ય પ્રકારે અપાય નહિ; કેમ કે જો ઉપયોગપૂર્વક આપવામાં ન આવે અને ગ્રંથના તાત્પર્યથી અન્ય પ્રકારે અપાઈ જાય તો યોગ્ય જીવોને પણ યોગમાર્ગનો સમ્યગ્બોધ થાય નહિ. તેથી આપનાર વક્તાએ પણ ઉપયોગપૂર્વક આ ગ્રંથ આપવો. વળી આપનાર વક્તાએ શ્રવણઆદિ કરાવવા વિષયક જે શાસ્ત્રવિધિ છે, તે વિધિથી યુક્ત થઈને આપવો; કેમ કે વિધિમાં યત્ન કરવામાં ન આવે તો પ્રસ્તુત ગ્રંથ પ્રત્યે અનાદર થાય. તેથી દોષનો સંભવ છે. માટે શ્રોતાને યોગમાર્ગ શ્રવણ કરાવવા વિષયક જે વક્તાને આશ્રયીને વિધિ છે, તે વિધિથી યુક્ત થઈને યોગ્ય શ્રોતાને આ ગ્રંથ આપવો જોઈએ. વળી આ ગ્રંથ આપતી વખતે સર્વથા માત્સર્ય ભાવ ન થાય તે રીતે આપવો જોઈએ. આશય એ છે કે અન્ય દર્શનવાળા પણ યોગમાર્ગ કહે છે, અને તે દર્શનવાળાઓથી બતાવાયેલો યોગમાર્ગ કંઈક ત્રુટિવાળો દેખાય, તોપણ, તેમનાં બતાવાયેલાં વચનો પ્રત્યે માત્સર્ય રાખીને તેની હીનતા થાય, અને પોતાનું દર્શન શ્રેષ્ઠ છે, તેવી બુદ્ધિથી પોતાના દર્શનની અધિકતા બતાવવા માટે યત્ન કરવામાં આવે, તો યોગ્ય રીતે પ્રરૂપણા કરાતો પણ આ ગ્રંથ વક્તાના માત્સર્ય દોષને કારણે કર્મબંધનું કારણ બને છે; અને શ્રોતાને પણ આ વક્તા અન્ય દર્શન પ્રત્યે માત્સર્યવાળા છે, તેવું જણાય તો, પ્રસ્તુત ગ્રંથ ગ્રાહ્ય હોવા છતાં યોગ્ય શ્રોતાને પણ ગ્રાહ્ય બને નહિ. તેથી વક્તાએ અન્ય દર્શન પ્રત્યે લેશ પણ માત્સર્ય ન થાય તે રીતે પ્રસ્તુત યોગગ્રંથ યોગ્ય શ્રોતાને આપવો, અને અન્ય દર્શનની જે કંઈ યુક્તિયુક્ત વાતો હોય તે તેમ જ બતાવીને, જે સ્થાનમાં
SR No.022739
Book TitleYog Drushti Samucchay Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy