________________
પ૦૦
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૨૧૯-૨૨૦ ભાવાર્થ :
ભૂતકાળમાં ધર્મ સેવીને આવેલા યોગીઓ આ ભવમાં પણ વિશિષ્ટ પુણ્યવાળા છે, અને સન્માર્ગને પ્રાપ્ત કરીને કલ્યાણની પરંપરા પ્રાપ્ત કરાવે તેવા આત્મકલ્યાણ માટે પ્રવૃત્ત છે. જોવા માત્રથી પણ પાવનકારી એવા તે યોગીઓ સાથે તે પ્રકારે દર્શનથી જે સંબંધ, તે આદ્ય અવંચકયોગ છે અર્થાત્ જોનારને તે ગુણવાન પુરુષ ગુણવાનરૂપે દેખાય છે, પરંતુ નિર્ગુણ દેખાતા નથી; તે પ્રકારે ગુણવાન પુરુષના દર્શન વડે તેમની ઓળખપૂર્વક તે ગુણવાન પુરુષની સાથે જે સંબંધ છે, તે આદ્ય અવંચકયોગ છે. જેમ વર્તમાનમાં વીરભગવાન, સાક્ષાત્ વિદ્યમાન નથી, તોપણ શાસ્ત્રવચન દ્વારા કે યોગીના ઉપદેશ દ્વારા કોઈ જીવને ગુણવાનરૂપે વીરભગવાનનું દર્શન થવાથી વીરભગવાનની સાથે સંબંધ થાય, તો તે આદ્ય અવંચક્યોગ છે. તેથી એ પ્રાપ્ત થાય કે સાક્ષાત્ ચક્ષુથી દર્શન હોય પણ, અને ન પણ હોય, પરંતુ ગુણવાનનો ગુણવાનરૂપે દર્શનથી યોગ તે આદ્ય અવંચકયોગ છે.
અહીં વિશેષ એ છે કે આદ્ય અવંચકયોગ એ અવ્યક્ત સમાધિરૂપ છે, અને અવ્યક્ત સમાધિ જીવના પરિણામરૂપ છે, અને તેના કાર્યરૂપે પુરુષનો અવંચકયોગ થયો, તેથી અવ્યક્ત સમાધિરૂપ અવંચકયોગના કાર્યને પણ આદ્ય અવંચક કહેલ છે. ર૧ અવતરણિકા -
યોગાવંચક બતાવીને હવે ક્રિયાવંચકનું સ્વરૂપ બતાવે છે – શ્લોક :
तेषामेव प्रणामादिक्रियानियम इत्यलम् ।
क्रियाऽवञ्चकयोगः स्यान्महापापक्षयोदयः ।।२२० ।। અન્વયાર્થ:
તેષાવ=તેઓને જ=સપુરુષોને જ મત્તઅત્યંત પ્રામાવિયાનિયન=પ્રણામાદિ ક્રિયાનો નિયમઃ પ્રણામાદિ ક્રિયાનો અધ્યવસાય તિ-s=આ સિવાડવખ્યવયો:=ક્રિયાઅવંચકયોગ મહાપાપક્ષયોદય:= મહાપાપના ક્ષય કરનારો =થાય. li૨૨૦]
શ્લોકાર્ય :
સપુરુષોને જ અત્યંત પ્રણામાદિ ક્રિયાનો અધ્યવસાય એવો આ ક્રિયાઅવંચકયોગ, મહાપાપના ક્ષયને કરનારો થાય. ર૨૦ll ટીકા :
'तेषामेव'=सतां, 'प्रणामादिक्रियानियम इत्यलम् क्रियाऽवञ्चकयोगः' 'स्याद्'-भवेदिति, अयं “મહાપાપક્ષયો'-નીચૈત્રમૈક્ષદ્વિતિ ભાવ: રર૦ના