SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૮ ૩૫ તથી શ્રત અને કેવલની વચમાં હોવાથી જ્ઞાનાતર નથી; જે કારણથી અરુણોદય રાત્રિ અને દિવસથી અતિરિક્ત નથી અને તે બેમાંથી એક પણ કહી શકાતો નથી, એ રીતે આ પ્રતિભા પણ તે બેથી=શ્રત અને કેવલ એ બેથી, અતિરિક્ત નથી અને તે બેમાંથી એક પણ કહેવું શક્ય નથી. જો પ્રતિભ શ્રત અને કેવલથી અતિરિક્ત ન હોય તો તે બેમાંથી કોઈ એક પણ કેમ કહી શકાતું નથી ? તેમાં યુક્તિ આપે છે – તે કાલમાં જ સામર્થ્યયોગની પ્રાપ્તિના કાલમાં જ, તે પ્રકારના ઉત્કૃષ્ટ ક્ષયોપશમવાળાને થતું હોવાથી પ્રાતિજ્ઞાનનું શ્રુતપણારૂપે તત્વથી અસંવ્યવહાર્યપણું હોવાથી શ્રુત નથી, અને ક્ષાયોપથમિકપણું હોવાથી અને અશેષ દ્રવ્ય-પર્યાયનું અવિષયપણું હોવાથી કેવલ નથી. ‘તિ’ શબ્દ પ્રાતિજ્ઞાન એ શ્રુતજ્ઞાન નથી કે કેવલ પણ નથી, તે યુક્તિની સમાપ્તિ માટે છે. આ પ્રાતિભજ્ઞાન શ્રત નથી, તેમ સ્વીકારવામાં બીજી યુક્તિ આપે છે – અને આ=પ્રાતિજજ્ઞાત, તારકનિરીક્ષણાદિજ્ઞાત શબ્દથી વાચ્ય બીજાઓ વડે પણ ઈષ્ટ છે, એથી પણ અદોષ છે=શ્રત નથી, તેમ માનવામાં અદોષ છે. ll૮ ભાવાર્થ : પ્રસ્તુત શ્લોકમાં ગ્રંથકારે સ્થાપન કર્યું કે શાસ્ત્રનો યથાર્થ બોધ થવા માત્રથી મોક્ષપદની પ્રાપ્તિ થતી નથી, માટે સર્વજ્ઞત્વાદિની પ્રાપ્તિનું કારણ પ્રાતિજજ્ઞાનથી યુક્ત સામર્થ્યયોગ છે. આનાથી એ પ્રાપ્ત થયું કે શ્રુતજ્ઞાનથી સામર્થ્યયોગ આવતો નથી અને તેથી જીવ સર્વજ્ઞ બની શકતો નથી, પરંતુ જ્યારે પ્રાતિજજ્ઞાન પ્રગટે છે, ત્યારે તેનાથી સામર્થ્યયોગ આવે છે અને તેનાથી જીવ સર્વજ્ઞ બની શકે છે. ત્યાં પૂર્વપક્ષી ‘નાદ' થી કહે છે – શાસ્ત્રમાં પાંચ જ્ઞાન મનાય છે, તેથી આ પ્રાતિજજ્ઞાનને પણ શ્રુતજ્ઞાન માનવું પડશે, અને પ્રતિભજ્ઞાનને શ્રુતજ્ઞાન ન માનો તો છ જ્ઞાન માનવાની આપત્તિ આવશે; અને કદાચ કોઈ કહે કે આ પ્રાતિજજ્ઞાન કેવલજ્ઞાનમાં અંતર્ભાવ પામે છે, માટે છ જ્ઞાન માનવાનો પ્રસંગ આવશે નહિ. તેનું નિરાકરણ કરતાં પૂર્વપક્ષી કહે છે કે આ પ્રાતિજ્ઞાન કેવળજ્ઞાન નથી; કેમ કે પ્રાતિજજ્ઞાનનું કાર્ય સામર્થ્યયોગ છે. તેથી પ્રાતિજજ્ઞાન કેવલજ્ઞાન નથી, પરંતુ શ્રુતજ્ઞાન છે. પૂર્વપક્ષીનો આશય એ છે કે કેવલજ્ઞાન સામર્થ્યયોગથી પ્રગટે છે અને સામર્થ્યયોગ પ્રાતિજજ્ઞાનનું કાર્ય છે, તેથી પ્રાતિજજ્ઞાનને કેવલજ્ઞાન કહી શકાય નહિ, તેથી પ્રાતિજજ્ઞાનને શ્રુતજ્ઞાન માનવું પડશે. આમ જો પૂર્વપક્ષીના કથન પ્રમાણે પ્રાતિજજ્ઞાનને શ્રુતજ્ઞાનરૂપે સ્વીકારીએ તો એ પ્રાપ્ત થાય કે શાસ્ત્રથી મોક્ષપ્રાપ્તિના સર્વ હતુર્ભદોનો બોધ થાય છે, કેમ કે પ્રાતિજજ્ઞાન વખતે સામર્થ્યયોગવિષયક યત્ન કેમ કરવો તેનો બોધ થાય છે અને પ્રતિભજ્ઞાન તે શ્રુતજ્ઞાનરૂપ છે, માટે શાસ્ત્રથી મોક્ષપ્રાપ્તિના સર્વ ઉપાયોનો બોધ થઈ જાય છે તેમ માનવું પડે. તેના નિરાકરણરૂપે ગ્રંથકાર કહે છે –
SR No.022737
Book TitleYog Drushti Samucchay Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy