SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૮ નથી; પરંતુ તેઓને પણ પ્રાતિજજ્ઞાન પ્રગટે છે, ત્યારપછી સામર્થ્યયોગના બળથી કેવલજ્ઞાન થાય છે. આથી પ્રતિભજ્ઞાનથી સામર્થ્યયોગના ભાવો યોગી જોઈ શકે છે, શાસ્ત્રવચનથી તે ભાવો દેખાતા નથી. અહીં સામર્થ્યયોગનો અર્થ કરતાં કહ્યું કે પ્રક્રમથી ક્ષપકશ્રેણીગત ધર્મવ્યાપાર તે સામર્મયોગ. તેનાથી એ કહેવું છે કે કોઈ જીવને હઠયોગ આદિને કહેનારા શાસ્ત્રવચનનો બોધ હોય, પરંતુ તે વચનના બળથી તે પ્રકારના હઠયોગમાં યત્ન કરી શકતો ન હોય, આમ છતાં પુનઃ પુનઃ તે હઠયોગના સેવનના અભ્યાસના બળથી તે પ્રકારની મતિવિશેષ પ્રગટ થાય, તો તે હઠયોગ આચરણારૂપે પણ એવી શકે તેવો માર્ગાનુસારી ક્ષયોપશમ કોઈને થાય, તો તે ક્ષયોપશમ પણ સામર્થ્યયોગરૂપ બને; પરંતુ તેને અહીં ગ્રહણ કરવો નથી; કેમ કે પ્રક્રમ ધર્મવ્યાપારનો ચાલે છે. તેથી કહે છે કે સામર્થ્યયોગ શબ્દથી અહીં પ્રક્રમથી ધર્મવ્યાપાર ગ્રહણ કરવો છે, અન્ય વ્યાપાર નહિ. ઉત્થાન : પૂર્વમાં કહ્યું કે શાસ્ત્રથી અયોગીકેવલીત્વનો બોધ થવા છતાં પણ મોક્ષની પ્રાપ્તિ નથી. માટે સર્વજ્ઞત્વનું કારણ પ્રાતિજજ્ઞાનથી યુક્ત સામર્થ્યયોગ છે. ત્યાં પૂર્વપક્ષી ‘બાદ' થી કહે છે – ટીકા : आह - "इदमपि प्रातिभं श्रुतज्ञानमेव, अन्यथा षष्ठज्ञानप्रसङ्गः, न चैतत् केवलं, सामर्थ्ययोगकार्यत्वादस्य, एवं च सिद्ध्याख्यपदसंप्राप्तिहेतुभेदास्तत्त्वत: शास्त्रादेवावगम्यन्त इति" । अत्रोच्यते, - नैतच्छ्रतं न केवलं, न च ज्ञानान्तरमिति, रात्रिंदिवारुणोदयवत्, अरुणोदयो हि न रात्रिंदिवातिरिक्तो न च तयोरेकोऽपि वक्तुं पार्यते, एवं प्रातिभमप्येतन तदतिरिक्तं न च तयोरेकमपि वक्तुं शक्यते, तत्काल एव तथोत्कृष्टक्षयोपशमवतो भावात् श्रुतत्वेन तत्त्वतोऽसंव्यवहार्यत्वान श्रुतं, क्षायोपशमिकत्वादशेषद्रव्यपर्यायाऽविषयत्वान्न केवलमिति । इष्टं चैतत्तारकनिरीक्षणादिज्ञानशब्दवाच्यमपरैरपीत्यदोषः ।।८।। ટીકાર્ચ - મહિ - “મપિ ..... પોષ: || આ પણ પ્રતિભજ્ઞાન શ્રુતજ્ઞાન જ છે. અન્યથા અર્થાત્ પ્રાતિજ્ઞાનને શ્રુતજ્ઞાન ન માનો અને શ્રુતજ્ઞાનથી જુદું માનો તો, પ્રાતિજ નામના છઠ્ઠા જ્ઞાનને માનવાનો પ્રસંગ આવશે; અને આપ્રાતિજજ્ઞાન, કેવલજ્ઞાન નથી; કેમ કે આનું પ્રાતિજજ્ઞાનનું સામર્થ્યયોગકાર્યપણું છે; અને આ રીતે-છ જ્ઞાન નથી પરંતુ પાંચ જ જ્ઞાન છે, અને પ્રાતિજજ્ઞાન કેવલજ્ઞાનમાં અંતર્ભાવ પામતું નથી એથી પ્રતિભજ્ઞાન શ્રુતજ્ઞાન જ છે એમ પૂર્વમાં સ્થાપન કર્યું એ રીતે, મોક્ષ નામના પદની સંપ્રાપ્તિના હેતભેદો પરમાર્થથી શાસ્ત્રથી જ જણાય છે. તિ' શબ્દ “માદ' થી પૂર્વપક્ષીએ કરેલી યુક્તિની સમાપ્તિ માટે છે. અહીં=મોક્ષના ઉપાયો શાસ્ત્રથી જણાય છે એ પ્રકારની પૂર્વપક્ષીની યુક્તિમાં, કહેવાય છે - રાત્રિ અને દિવસની વચમાં રહેલા અરુણોદયની જેમ આ=પ્રાતિજ, શ્રત નથી, કેવલ નથી અને જ્ઞાનાતર
SR No.022737
Book TitleYog Drushti Samucchay Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy