________________
૧૩૬
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૩૦ પરિણતિ વર્તે છે; તેથી તે તે પુદ્ગલનું ગ્રહણ યોગથી થાય છે; અને જીવ યોગનિરોધ કરે છે ત્યારે કષાયની પરિણતિ અને યોગની પરિણતિનો અભાવ હોય છે, તેથી તે તે પુદ્ગલના સંબંધ આદિની યોગ્યતાનો અભાવ થાય છે. તેથી ૧૪માં ગુણસ્થાનકમાં કર્મબંધની યોગ્યતાલક્ષણ ભાવમલનો અભાવ થાય છે.
વળી ભાવમલનો અર્થ કર્યો કે તે તે પુલના સંબંધ આદિની યોગ્યતા. તેથી એ નક્કી થયું કે જીવ જે જે પુગલનો સંબંધ કરે છે અને જે જે પુદ્ગલને પરિણમન પમાડે છે, તે કરવાની યોગ્યતા એ યોગ અને કષાયની પરિણતિરૂપ જીવનો પરિણામ છે; અને આ પરિણામને કારણે જ જીવ ઔદારિકાદિ આઠે વર્ગણાઓમાંથી તે તે વર્ગણાનાં પગલો ગ્રહણ કરે છે અને પરિણમન પમાડે છે. જ્યારે યોગ અને કષાયની પરિણતિનો અભાવ થાય છે ત્યારે આઠ વર્ગણામાંથી કોઈપણ વર્ગણાનાં પુલોનું ગ્રહણ કે પરિણમન થતું નથી.
આનાથી એ ફલિત થયું કે યોગ અને કષાયની પરિણતિ એ ભાવમલ છે, અને આ યોગ અને કષાયની પરિણતિ જેટલી અધિક તેટલો ભાવમલ અધિક, અને જેટલી યોગ અને કષાયની પરિણતિ અલ્પ તેટલો ભાવમલ અલ્પ; અને આ યોગ અને કષાયની પરિણતિ પણ, અનિવર્તનીય અસદ્ગહ જેટલો અધિક તેટલી અધિક, અને અનિવર્તનીય અસગ્રહ જેટલો ઓછો તેટલી અલ્પ. આ અસદ્ગત જ્યારે નષ્ટપ્રાય થાય છે= જ્યારે જીવ યોગની પહેલી દૃષ્ટિમાં આવે છે ત્યારે ભાવમલ ઘણો ઓછો થયો તેમ કહેવાય છે, અને સંપૂર્ણ અસગ્રહ જાય છે ત્યારે જીવમાં સમ્યકત્વ પ્રગટે છે અને ત્યારે ભાવમલ તેના કરતા પણ ઘણો ઓછો હોય છે; અને જીવમાં યોગની પ્રથમ દૃષ્ટિની પ્રાપ્તિ વખતે અસદ્ગહ ઘણો મોળો પડે ત્યારે સમ્યકત્વ નહિ હોવા છતાં જીવ ચરમાવર્તમાં આવેલ હોવાથી ભાવમલ ઘણો અલ્પ છે, તેથી સંસારને ચલાવે તેવી યોગ અને કષાયની પરિણતિ કંઈક અલ્પ છે. માટે તેનામાં ચેતના પ્રગટી, અને ત્યારે જીવ યોગબીજના ગ્રહણરૂપ મોટું કાર્ય કરે છે. વળી, ભાવમલ ઘણો હોય છે ત્યાં સુધી જીવનું ચૈતન્ય અવ્યક્ત હોય છે. તે અવસ્થામાં જીવ હિતાહિત-વિવેકશૂન્ય એવો બાળ છે અર્થાત્ તત્ત્વને સમજવા માટે અસમર્થ છે. આવો બાળ આત્મહિતનું કારણ બને તેવા અર્થને સાધક અનુષ્ઠાનાદિ કરતો નથી. તેથી આત્મહિતના પરમ કારણ એવા યોગબીજનું ઉપાદાન ક્યારેય કરે નહિ; પરંતુ જ્યારે પ્રથમ યોગદૃષ્ટિમાં ભાવમલ ઘણો દૂર થાય છે ત્યારે જીવમાં હિતાહિતને અનુકૂળ ચેતના પ્રગટે છે, અને ત્યારે જિનકુશલચિત્તાદિ યોગબીજોનું ગ્રહણ કરે છે.
ભાવમલ એટલે જીવના પરિણામરૂપ મલ. કેટલાક સ્થાને તેને સહજમલ કહે છે, તો કેટલાક સ્થાનમાં સાંસિદ્ધિકમલ પણ કહેલ છે. તેથી સાંસિદ્ધિકમલ, સહજમલ કે ભાવમલ ત્રણે એકાર્યવાચી છે; અને આથી યોગબિંદુ શ્લોક-૧૯૭માં સાંસિદ્ધિકમલનો અર્થ કર્યો ‘કર્મબંધની યોગ્યતા.” વળી બત્રીશી-૧૨, ગાથા૨૭માં કહ્યું કે જીવમાં વર્તતી યોગ અને કષાયની પરિણતિ તે ભાવમલ છે. વળી આત્મા સાથે કર્મનો સંબંધ તે દ્રવ્યમલ છે, અને કર્મને આત્મા સાથે જોડવાની યોગ્યતારૂપ જીવની યોગ-કષાયરૂપ પરિણતિ તે ભાવમલ છે; કેમ કે તે પરિણતિ જીવના ભાવસ્વરૂપ છે, અને કાર્મણવર્ગણાના પગલો જીવના ભાવરૂપ નથી, પણ જીવ સાથે સંબંધિત થઈને જીવને મલિન કરે છે, એથી આગંતુક મલ છે અર્થાત્ દ્રવ્યમેલ છે.ll૩૦Iી.