________________
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૨૪-૨૫
૧૧૧ થાય કે તથાભવ્યત્વના પાકકાળમાં સંશુદ્ધ કેમ છે ? અને અચરમાવર્તમાં સંશુદ્ધ કેમ નથી ? તેથી કહે છે – પૂર્વમાં=શરમાવર્તની બહારમાં, જીવમાં ક્લિષ્ટ આશયનો યોગ હોવાથી કુશલચિત્ત સંશુદ્ધ નથી, અને પશ્ચાત્સચરમાવર્તમાં, તથાભવ્યત્વના પાકકાળમાં જીવમાં વિશુદ્ધતર આશયનો યોગ હોવાથી કુશલચિત્ત સંશુદ્ધ છે.
આશય એ છે કે ચરમાવર્ત પહેલાં અચરમાવર્તમાં, ભાવમલ અતિશય હોવાથી જીવમાં અનિવર્તનીય અસગ્રહરૂપ ક્લિષ્ટ આશય છે, તેથી ભગવાનમાં થયેલું કુશલચિત્ત સંશુદ્ધ નથી; અને ચરમાવર્તમાં જ્યારે જીવને યોગની દૃષ્ટિઓ પ્રાપ્ત થાય છે ત્યારે અનિવર્તનીય અસદ્ગહ નથી, અને ભગવાન પ્રત્યેનો ભક્તિભાવ પણ છે તેથી વિશુદ્ધ આશય છે; આમ છતાં ભગવાનની ભક્તિના કાળમાં આલોકની સંજ્ઞાઓ અથવા પરલોકની ફલઅભિસંધિ હોય તો વિશુદ્ધતર આશય નથી, તેથી જે કુશલચિત્ત છે તે પણ સંશુદ્ધ નથી; પરંતુ યોગની દૃષ્ટિવાળા જીવો ભગવાનની ભક્તિમાં સંજ્ઞા વગર અને ફલઅભિસંધિ વગર ઉપયોગવાળા હોય છે, ત્યારે વિશુદ્ધતર આશયનો યોગ હોય છે. તેથી ભગવાનની ભક્તિમાં વર્તતું તેઓનું કુશલચિત્ત સંશુદ્ધ હોય છે, એ પ્રમાણે યોગના જાણનારાઓ કહે છે. ૨૪ અવતરણિકા:
एवमस्य समयमभिधायैतदभिधित्सया त्वाह - અવતરણિતાર્થ :
વળી આ રીતે શ્લોક-૨૪માં બતાવ્યું એ રીતે, આતો=સંશુદ્ધ ચિત્તનો, ચરમાવર્ત સમય કહીને આન=સંશુદ્ધ ચિતને, કહેવાની ઇચ્છાથી ગ્રંથકાર કહે છે : શ્લોક :
उपादेयधियात्यन्तं, संज्ञाविष्कम्भणान्वितम् ।
फलाभिसन्धिरहितं, संशुद्धं ह्येतदीदृशम् ।।२५।। અન્વયાર્થ :
સત્યનં ૩૫fથવા અત્યંત ઉપાદેયબુદ્ધિને કારણે સંજ્ઞાવિષમન્વિતંકસંજ્ઞાવિષ્ઠભણથી અવિત= સંજ્ઞાના ઉદયના અભાવથી યુક્ત નામન્જિહિત સંશુદ્ધ પતફલાભિસંધિરહિત સંશુદ્ધ એવું આ= કુશલચિત્ત શzઆવા પ્રકારનું છે ફલપાક આરંભ સદશ છે. રા=પાદપૂર્તિ માટે છે. ગરપા શ્લોકાર્ચ -
અત્યંત ઉપાદેયબુદ્ધિને કારણે=જે ભગવાનની ભક્તિ કરે છે તેમાં અત્યંત ઉપાદેયબુદ્ધિ હોવાને કારણે, સંજ્ઞાના ઉદયના અભાવથી યુક્ત, ફલાભિસંધિરહિત, સંશુદ્ધ એવું કુશલચિત ફલપાક આરંભ સદેશ છે.
દી' પાદપૂર્તિ માટે છે. આરપી