________________
યોગદૃષ્ટિસમુચ્ચય/ગાથા-૨૪
પરિપાકસ્વરૂપ છે; અને તેના કારણે પૂર્વે સુકૃત પ્રત્યેનો વિમુખભાવ અને દુષ્કૃત પ્રત્યેનો સન્મુખભાવ હતો ઉત્કટ મિથ્યાત્વ કંઈક ઓછું થાય છે, તેથી આ સંસારસાગરથી તરવા માટે દુષ્કૃતને છોડવાં જોઈએ અને સુકૃતનું સેવન ક૨વું જોઈએ તેવો કંઈક સંવેગનો પરિણામ થાય છે.
રૂપ
૧૧૦
વળી કોઈક જીવને ભગવાનની મૂર્તિ જોઈને, તો કોઈક જીવને યોગી પાસેથી ભગવાનનું સ્વરૂપ સાંભળીને ભગવાનના ગુણો પ્રત્યે બહુમાનભાવ થાય છે, અને તેના કારણે ‘આ જ ભગવાન ઉપાસનીય છે’ તેવા પ્રકારનો સંવેગનો પરિણામ થાય છે, જે જીવનો કંઈક મધુર પરિણામ છે. તે તથાભવ્યત્વના પરિપાકથી થયેલો જિનમાં કુશલચિત્તનો પરિણામ છે, જે સંશુદ્ધ કુશચિત્ત છે.
વળી, યોગની દૃષ્ટિમાં રહેલા જીવોનું જિનવિષયક કુશલચિત્ત શ્લોક-૨૫માં કહેવાશે તેવું સંજ્ઞા વગરનું, ફલઅભિસંધિરહિત અને જિનમાં અત્યંત ઉપાદેયબુદ્ધિવાળું હોય છે, તેથી સંશુદ્ધ છે.
વળી આ યોગદૃષ્ટિવાળા જીવો કોઈ અન્ય કાળમાં ભગવાનની પૂજા કરતા હોય, અને આલોકની અથવા પરલોકની આશંસાથી વ્યગ્ર ચિત્તવાળા હોય, તો ભગવાન પ્રત્યેના બહુમાનભાવવાળા હોવા છતાં સંશુદ્ધ કુશલચિત્તવાળા નથી; કેમ કે તે વખતે ભગવાનની ભક્તિના ઉપયોગ દ્વારા પણ તેમનું તથાભવ્યત્વ ફળ તરફ પરિણમન પામતું નથી અર્થાત્ તથાભવ્યત્વ પરિપાક પામતું નથી.
યોગની દૃષ્ટિવાળા જીવોને આંતરવૃત્તિથી ભગવાનનું બહુમાન છે, તોપણ તેઓનું ચિત્ત જ્યાં સુધી આલોક અને પરલોકની આશંસાથી કંઈક અશુદ્ધ છે, તે વખતે તેઓનું જિનમાં કુશલચિત્ત છે, પરંતુ સંશુદ્ધ નથી. તેને સામે રાખીને જ શ્લોક-૨૫માં કહેશે કે તેમનું સુંદર અનુષ્ઠાન પણ અભ્યુદય માટે છે, મોક્ષ માટે નથી. આ પ્રકારના વચનના બળથી અર્થથી એ ફલિત થાય કે સમ્યગ્દષ્ટિ જીવો પણ આલોક-પરલોકની આશંસાથી ભગવાનની ભક્તિ કરતા હોય, અથવા મોક્ષના આશયથી ભગવાનની ભક્તિ વખતે પણ માનાદિ સંજ્ઞાથી વ્યાપ્ત તેઓનું ચિત્ત હોય, તો તેઓનું કુશલચિત્ત સંશુદ્ધ નથી; જેમ શ્રીપાળરાજાએ વહાણ ચલાવવા માટે નવપદનું ધ્યાન ધર્યું, તે વખતનું તેમનું નવપદના ધ્યાનનું કુશલચિત્ત સંશુદ્ધ ન હતું; કેમ કે તેમનું તે અનુષ્ઠાન આલોકની આશંસાયુક્ત હતું.
વળી મિત્રાદૅષ્ટિવાળા યોગી જિનના ગુણોમાં ભક્તિથી ઉપયોગવાળા હોય, અને આલોક-પરલોકની આશંસાથી ભક્તિ કરતા ન હોય, તો તેમનું તથાભવ્યત્વ પાક પામે છે; અને તેના કારણે મિથ્યાત્વમોહનીયકર્મ મંદમંદતર થાય છે, અને તેના કારણે તેમનું ચિત્ત સંશુદ્ધ બને છે. અન્યદાતથાભવ્યત્વ પાક પામતું ન હોય ત્યારે કુશલચિત્તના સંશુદ્ધપણાની અનુપપત્તિ છે. તેમ ભગવાનના ગુણોના ઉપયોગને કા૨ણે તથાભવ્યત્વ પાક પામતું હોય ત્યારે કુશલચિત્તના અસંશુદ્ધપણાની અનુપપત્તિ છે.
આથી જ કહે છે=પૂર્વમાં કહ્યું કે તથાભવ્યત્વના પાકને કારણે તેવા પ્રકારનાં કર્મો થવાથી=ગુણોને અભિમુખ ચિત્ત ગમન કરે તેવા પ્રકારનાં ક્ષયોપશમભાવનાં કર્મો થવાથી, સંશુદ્ધ કુશલચિત્ત પ્રગટ થાય છે આથી જ કહે છે : અન્યદા પણ નહિ=ચરમાવર્ત પહેલાં કે ચરમાવર્તમાં પણ તથાભવ્યત્વનો પાક ન થતો હોય ત્યારે પણ નહિ=ત્યારે પણ સંશુદ્ધ કુશલચિત્ત હોતું નથી.
મૂળ શ્લોકના કથનથી એ ફલિત થયું કે ચરમપુદ્ગલાવર્તમાં જીવના તથાભવ્યત્વનો પાક થતો હોય ત્યારે કુશલચિત્ત નિયમથી સંશુદ્ધ છે, અને તથાભવ્યત્વનો પાક ન થતો હોય ત્યારે કુશલચિત્ત સંશુદ્ધ નથી. ત્યાં પ્રશ્ન