SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬ યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧૯-૨૦ દૃષ્ટિવાળા યોગીના આશયની, વિક્રિયાની અનુપપત્તિ છે. એથી આ રીતે=સ્થિરાદિ દષ્ટિ સાપાય તથી એ રીતે, શ્લોકમાં ઉપચાસ છે. સ્થિરાદિ દષ્ટિવાળા યોગી નરકમાં જાય છે, છતાં તેના અપાયને અપાય સ્વીકારીને આ રીતે સૂત્રનો ઉપચાસ કર્યો, તેમાં પ્રમાણ શું છે? તેથી કહે છે – અહીં સ્થિરાદિ દષ્ટિવાળા જીવોના અપાયને અનપાય સ્વીકારીને પાછળની ચાર દષ્ટિએ સાપાય તથી એમ કહ્યું એમાં, યોગાચાર્ય જ પ્રમાણ છે. એથી પ્રતિપાતથી ઈતર નથી–સ્થિરાદિ ચાર દૃષ્ટિઓ સાપાય નથી, એ પ્રમાણે સ્થિત છે=સંગત છે. ૧૯ ભાવાર્થ : ક્ષાયિકસમ્યગ્દષ્ટિ જીવ પૂર્વનાં બાંધેલાં કર્મથી નરકમાં જાય તો પણ તેમનો સદૃષ્ટિથી પાત થતો નથી, તેથી તેમને પ્રાપ્ત થયેલ નરકની પ્રાપ્તિરૂપ અપાય પણ પરમાર્થથી અનપાય જ છે. આશય એ છે કે સંસારના પરિભ્રમણનું કારણ બને તેવું અધ્યવસાયનું માલિચ તે પરમાર્થથી અપાય છે, અને ક્ષાયિકસમ્યગ્દષ્ટિ નરકમાં જાય તો પણ તેનામાં રહેલું સમ્યક્ત લેશ પણ જ્ઞાન થતું નથી. જેમ વજના ચોખાને રાંધવામાં આવે તોપણ પાકક્રિયાથી અન્ય ચોખાની જેમ લેશ પણ વિક્રિયાને પામતા નથી, તેમ ક્ષાયિકસમ્યગ્દષ્ટિ નરકમાં કાતિલ યાતના ભોગવતા હોય તોપણ ભગવાનના વચનની સ્થિર શ્રદ્ધામાં લેશ પણ વજના ચોખા સદશ વિક્રિયા થતી નથી. તેથી જે દુર્ગતિનો પાત સંસારવૃદ્ધિનું કારણ હોય તેવા દુર્ગતિના પાતને અપાયરૂપે સ્વીકારીને અન્ય દુર્ગતિના પાતને ગ્રંથકારે અનપાયરૂપ કહેલ છે. તે બતાવવા માટે એમ કહ્યું કે પાછળની ચાર દૃષ્ટિઓમાં પાત થતો નથી, માટે અપાય વગરની છે; અને આ પ્રકારની વિવક્ષા કરવામાં યોગાચાર્યો જ પ્રમાણ છે. તેથી યોગાચાર્યના વચનથી નક્કી થાય છે કે પાછળની ચાર દૃષ્ટિઓ પ્રતિપાત પણ પામતી નથી અને સાપાય પણ નથી, એ સંગત છે. ll૧લા અવતરણિકા : પ - અવતરણિકાર્ય : અહીં પણ=પૂર્વ શ્લોકમાં કહ્યું કે પાછળની ચાર દષ્ટિઓમાં પ્રતિપાત થતો નથી, તેમાં પણ, શું થાય છે, તે બતાવે છે – ‘rfપ' માં ' શબ્દથી એ કહેવું છે કે પહેલી ચાર દષ્ટિમાં રહેલો યોગી તો અન્ય ભવમાં જાય ત્યારે તેની દ્રવ્યથી થતી ચારિત્રની આચરણાઓનો વ્યાઘાત થાય છે, તેમ અહીં પણ=પાછળની ચાર દૃષ્ટિમાં પણ, ચારિત્રનો વ્યાઘાત થાય છે.
SR No.022737
Book TitleYog Drushti Samucchay Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy