SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદૃષ્ટિસમુચ્ચય/ગાથા-૧૫ ૮૧ રુચિ અને યોગમાર્ગની પ્રવૃત્તિના વિષયવાળી, આ યોગદૃષ્ટિઓ છે, અને આ યોગમાર્ગની રુચિ અને યોગમાર્ગની પ્રવૃત્તિમાં મોક્ષના અભિલાષરૂપ સંવેગનું માધુર્ય હોય છે. તેથી દૃષ્ટિઓને ઇક્ષુ આદિ સરખી કહી છે. વળી જે જીવોને લેશ પણ તત્ત્વની રુચિ નથી, પરંતુ ભવનો રાગ અતિશય છે, તેવા ભવાભિનંદી જીવોમાં અનિવર્તનીય અતત્ત્વનો રાગ છે. તેથી તેઓની દૃષ્ટિ અભવ્ય છે અર્થાત્ ક્રમસર વિકાસ પામીને વર્ષોલક જેવી પરાદૃષ્ટિરૂપે થાય તેવી નથી, પરંતુ તેનાથી વિપરીત છે; કેમ કે સંવેગના માધુર્યથી શૂન્ય છે. તેથી અતત્ત્વના અનિવર્તનીય રાગવાળા જીવોની દૃષ્ટિ નલાદિકલ્પ છે. આશય એ છે કે શેરડીના જેવા જ ઘાસના સાંઠા હોય છે, જેને નલ કહેવામાં આવે છે. તેમાં શેરડીના જેવી મધુરતા હોતી નથી, તેથી તે નલાદિમાંથી ગોળ, ખાંડ વગેરે બનાવવાનું કાર્ય થતું નથી. તે રીતે જે જીવોને અતત્ત્વનો રાગ અનિવર્તનીય છે, તેઓને યોગમાર્ગની રુચિ થતી નથી. તેવા જીવો કદાચ ધર્મની પ્રવૃત્તિ કરે તોપણ આલોકની આશંસાથી, ૫૨લોકની આશંસાથી કે અનાભોગથી કરે છે, પરંતુ તેઓમાં મોક્ષનો અભિલાષ થાય તેવો સંવેગનો પરિણામલેશ નથી, તેથી તેઓની ધર્મની પ્રવૃત્તિ પણ યોગદૃષ્ટિની નિષ્પત્તિનું કારણ બનતી નથી; પરંતુ જે જીવોમાં અસદ્ગહ કંઈક ઘટ્યો છે, તેવા મિત્રાદિદ્રષ્ટિવાળા જીવોની ધર્મની પ્રવૃત્તિમાં કંઈક સંવેગનું માધુર્ય હોય છે, જે ઉત્તર-ઉત્તરના માધુર્યની નિષ્પત્તિ દ્વારા મોક્ષનું કારણ બને છે. અહીં ‘અભવ્ય’ શબ્દથી અભવ્ય જીવો લેવા નથી, પરંતુ અભવ્ય દૃષ્ટિ લેવાની છે; કેમ કે પ્રસ્તુતમાં દૃષ્ટિની વાત ચાલે છે. તેથી સદ્દષ્ટિ ભવ્યદૃષ્ટિ છે અર્થાત્ પરાદષ્ટિરૂપે થવા યોગ્ય દૃષ્ટિ છે, અને જે જીવોની સષ્ટિ નથી તેઓની પરાદૃષ્ટિરૂપે થવા યોગ્ય દૃષ્ટિ નથી, તે અભવ્ય દૃષ્ટિ છે. ‘અમવ્યા:’ બહુવચન કરવાથી એ બતાવવું છે કે મિત્રાદિ દુષ્ટિ સિવાયની અયોગ્ય દૃષ્ટિઓ=જે પરાદૃષ્ટિરૂપે થવા માટે અયોગ્ય છે તેવી દૃષ્ટિઓ, પણ અનેક પ્રકારની છે, તે સર્વ દૃષ્ટિઓ નલાદિ જેવી છે. પૂર્વમાં બતાવ્યું કે ઇક્ષુ આદિ જેવી મિત્રાદિ દ્વષ્ટિઓ વર્ષોલકરૂપે થાય છે. એ કથન દ્વારા જે લોકો આત્માને એકાંતે નિત્ય માને છે તેઓનું ખંડન થાય છે, અથવા જે લોકો આત્માને એકાંતે ક્ષણિક માને છે તેઓનું પણ ખંડન થાય છે; કેમ કે એકાંતનિત્યપક્ષમાં આત્મા અપરિણામી સ્વીકારાય છે. તેમના મત પ્રમાણે દૃષ્ટિભેદના અભાવની પ્રાપ્તિ થાય; કેમ કે આત્મા પરિણામી ન હોય તો તેમાં ક્રમસર યોગદૃષ્ટિનો વિકાસ થાય છે, તેમ સ્વીકારી શકાય નહિ. તેથી એકાંતનિત્યપક્ષમાં યોગમાર્ગ શબ્દમાત્રરૂપ સ્વીકૃત થાય છે, વસ્તુતઃ અપરિણામી આત્મા હોય તો યોગના વિકાસરૂપ ધ્રુષ્ટિ નિષ્પન્ન થાય નહિ. વળી એકાંત ક્ષણિક આત્મા હોય તોપણ એક ક્ષણ સ્થાયી આત્મા બીજી ક્ષણમાં હોય નહિ. તેથી સાધના દ્વારા આત્મામાં ક્રમસર દૃષ્ટિઓ પેદા થાય છે તેમ સ્વીકારી શકાય નહિ . તેથી ક્ષણિકવાદમાં પણ યોગમાર્ગનો સ્વીકાર શબ્દમાત્રરૂપ છે, વસ્તુતઃ આત્મા જો ક્ષણસ્થાયી હોય તો પ્રયત્ન કરીને ઉત્તર-ઉત્તરની દૃષ્ટિ પેદા કરે છે, તેમ સ્વીકારી શકાય નહિ. આથી આઠ દૃષ્ટિઓના વર્ણનના બળથી સિદ્ધ થાય છે કે આત્મા પરિણામી છે. II૧૫॥
SR No.022737
Book TitleYog Drushti Samucchay Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy