________________
૬૮
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૪૩-૪૪ ભાવાર્થ : મહાવિદેહામાં સંયમ કરવાથી પ્રકાશના આવરણના ક્ષયની સિદ્ધિ :
મહાવિદેહા એવી મનોવૃત્તિમાં સંયમ કરવાથી પ્રકાશના આવરણનો ક્ષય થાય છે. મહાવિદેહા મનોવૃત્તિ શું છે? તે સ્પષ્ટ કરે છે –
જ્યારે યોગી પોતાના શરીર પ્રત્યે નિરપેક્ષ થાય છે ત્યારે શરીરથી બહાર એવા પોતાના આત્મભાવમાં મનોવૃત્તિવાળા થાય છે તે અકલ્પિત મનોવૃત્તિ છે; કેમ કે આત્માના ભાવો મહાન છે.
જેમને શરીરમાં અહંકાર છે તેમને બાહ્ય પદાર્થોમાં જે મનોવૃત્તિ થાય છે, તે કલ્પિત મનોવૃત્તિ છે; કેમ કે બાહ્ય ઇન્દ્રિયોના વિષયોમાં સ્વકલ્પનાથી તે પદાર્થો પ્રત્યે સંશ્લેષ પામે છે, અને શરીરના અહંકારવાળા જીવોને વર્તતી બહિર્મનોવૃત્તિ કલ્પિત હોવાથી મહાવિદેહા કહેવાતી નથી, પરંતુ દેહથી બહાર મનોવૃત્તિ જેઓને છે, તેઓની તે મનોવૃત્તિ વિદેહા કહેવાય છે; અને શરીર પ્રત્યેના અહંકાર વગરના યોગીને દેહથી બહાર એવી આત્મભાવમાં જે મનોવૃત્તિ છે, તે પારમાર્થિક હોવાથી મહાવિદેહા કહેવાય છે, અને તેમાં સંયમ કરવાથી=શરીરથી બહાર એવા શુદ્ધ આત્મભાવમાં વર્તતી મનોવૃત્તિરૂપ મહાવિદેહામાં સંયમ કરવાથી, શુદ્ધ સત્ત્વસ્વરૂપ પ્રકાશનું શુદ્ધ આત્માના જ્ઞાનસ્વરૂપ પ્રકાશનું, જે ક્લેશકર્મ આદિ આવરણ=પાતંજલમત પ્રમાણે પાતંજલયોગસૂત્ર ૨-૩માં કહેલ અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશસ્વરૂપ પાંચ ક્લેશ અને શુભ-અશુભ કર્મ તથા સ્વદર્શન પ્રમાણે જ્ઞાનને આવરણ કરે એવાં જે કર્મો, તે વગેરેનો ક્ષય થવાથી ચિત્તના સર્વ મલો ક્ષય પામે છે ચિત્તમાં વર્તતા મોહના ભાવો અને મોહનાં આપાદક કર્મો ક્ષય પામે છે, તેથી નિરાવરણ થયેલ એવો આત્માનો જ્ઞાનસ્વરૂપ પ્રકાશ આવિર્ભાવ પામે છે.
નોંધ :- દેહથી બહાર જે મનોવૃત્તિ મનનો જે લગાવ છે, તે વિદેહા કહેવાય છે. સંસારી જીવોને દેહમાં મનોવૃત્તિ હોય છે અને દેહથી બહાર વિષયોમાં પણ મનોવૃત્તિ હોય છે. દેહથી બહાર વિષયોમાં જે મનોવૃત્તિ છે તે વિદેહા કહેવાય છે. દેહથી બહાર આત્માના શુદ્ધ સ્વરૂપમાં જે મનોવૃત્તિ-મનનો લગાવ તે મહાવિદેહા કહેવાય છે.
સાધક યોગીઓ શરીર પ્રત્યે નિરપેક્ષ હોય છે, તેમને શરીરના ઉપષ્ટભક એવા બાહ્ય વિષયોમાં મનોવૃત્તિ હોતી નથી, પરંતુ આત્માના પારમાર્થિક સ્વરૂપમાં મનોવૃત્તિ હોય છે, તેથી તેમની મનોવૃત્તિને મહાવિદેહા કહેવાય છે અર્થાતુ દેહથી બહાર એવી આત્માના શુદ્ધ ભાવમાં આ મનોવૃત્તિ છે તેથી અકલ્પિત છે. ll૩-૪all અવતરણિકા :
तदेवं पूर्वान्तविषयाः परान्तविषया मध्यभवाश्च सिद्धीः प्रतिपाद्यानन्तरं भुवनज्ञानादिरूपा बाह्याः कायव्यूहादिरूपा आभ्यन्तराः परिकर्मनिष्पन्नभूताश्च मैत्र्यादिषु बलानीत्येवमाद्याः