________________
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૧૦ ટીકાર્ય :
શર્વઃ .... સીuત્વમ્, નિયત ક્રમવર્ણસ્વરૂપ અને નિયત એક અર્થની પ્રતિપત્તિથી યુક્ત શ્રોત્રેન્દ્રિયગ્રાહા શબ્દ છે અથવા કમરહિત ફોટસ્વરૂપ શાસ્ત્રથી સંસ્કૃત સંસ્કાર કરાયેલી, બુદ્ધિથી ગ્રાહા શબ્દ છે. બંને પ્રકારે પણ નિયત વર્ણક્રમસ્વરૂપ શબ્દ ગ્રહણ કરીએ કે ક્રમરહિત ફોટરૂપ શબ્દ ગ્રહણ કરીએ એ રૂપ બંને પ્રકારે પણ, પદરૂપ અને વાક્યરૂપ શબ્દો છે.
અહીં પ્રશ્ન થાય કે નિયત ક્રમવર્ણસ્વરૂપ કે કમરહિત ફોટસ્વરૂપ બંનેને પણ શબ્દ કેમ કહેવામાં આવે છે ? તેમાં હતુ કહે છે – - નિયત ક્રમવર્ણસ્વરૂપ શબ્દનું કે કમરહિત મ્હોટસ્વરૂપ શબ્દનું એક અર્થના બોધમાં સામર્થ્ય છે, માટે તેને શબ્દ કહેલ છે.
જાતિ, ગુણ અને ક્રિયાદિ અર્થ છે ઘટાદિ પદાર્થોમાં રહેલી ઘટવાદિ જાતિ, ઘટાદિમાં વર્તતા ગુણો કે ઘટાદિમાં વર્તતી ક્રિયાદિ, ઘટાદિ શબ્દનો અર્થ છે.
જ્ઞાન પ્રત્યય છે વિષયાકારબુદ્ધિની વૃત્તિ છે.
ઇતર ઇતર જુદા જુદા, અધ્યવસાયથી ભિન્ન એવા પણ અર્થાત્ શબ્દથી, અર્થથી અને જ્ઞાનથી જુદો અર્થ ભાસતો હોવાને કારણે ભિન્ન એવા પણ આ શબ્દ, અર્થ અને જ્ઞાનના વ્યવહારમાં બુદ્ધિની એકરૂપતાનું સંપાદન હોવાને કારણે સંકીર્ણપણું છે.
તથાદિ- તે આ પ્રમાણે –
T/HTનય વ્યવહરતિ, “ગાયને લાવ' એ પ્રમાણે કહેવાય છતે કોઈ પુરુષ ગોત્વજાતિથી અવચ્છિન્ન સાસ્નાદિમત્ પિંડરૂપ ગોસ્વરૂપ અર્થને અને તદ્દાચક શબ્દને ગૌરૂપ અર્થના વાચક એવા શબ્દને અને તથ્રાહક એવા જ્ઞાનને ગોરૂપ અર્થના ગ્રાહક એવા બોધને અભેદથી અધ્યવસિત નિશ્ચિત કરે છે, પરંતુ આનો ગોશબ્દ વાચક છે અને આ ગોશબ્દથી વાચ્ય છે અને તે બેનું વાચ્ય અને વાચકરૂપ તે બેનું, આ જ્ઞાન ગ્રાહક છે, એ પ્રકારે ભેદથી વ્યવહાર કરતો નથી. (માટે બુદ્ધિની એકરૂપતાનું સંપાદન હોવાથી શબ્દ, અર્થ અને જ્ઞાનનું સંકીર્ણપણે છે, એમ પૂર્વ સાથે સંબંધ છે.)
કેમ પુરુષ ગોશબ્દ, ગોઅર્થ અને ગોજ્ઞાનને અભેદથી અધ્યવસાય કરે છે તે ‘તથાદિથી સ્પષ્ટ કરે છે –
તથા હિં– તે આ પ્રમાણે –
કોષ્યમ્... નાનાતિ . આ અર્થ શું છે ? આ શબ્દ શું છે ? આ જ્ઞાન શું છે ? એ પ્રમાણે પૂછાયેલો એવો પુરુષ સર્વત્ર ત્રણે પ્રશ્નોના ઉત્તરમાં, એકરૂપ જ સૌ ગાય છે એ પ્રમાણે ઉત્તર આપે છે. જો તે પુરુષ એકરૂપતાને ન સ્વીકારે તો કેવી રીતે ત્રણેયનો એકરૂપ ઉત્તર આપે ?
એકરૂપે રહેલ હોતે છતે શબ્દ, અર્થ અને પ્રત્યયની સંકીર્ણતાને કારણે એકરૂપે રહેલ હોતે છતે, જે આ પ્રવિભાગ છે=જે વાચકપણું છે એ શબ્દનું તત્ત્વ છે, જે વાચ્યપણું છે એ અર્થનું તત્ત્વ છે, જે