________________
૧૦
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૭-૮ ટીકાર્ય :
પૂર્વેગો .... નિપ્પાનાન્ | પરંપરથી સમાધિના ઉપકારક એવા પૂર્વના યોગાંગોથી યમાદિ પાંચ યોગાંગોથી, ધારણાદિ ત્રણ યોગાંગ અંતરંગ છે; કેમ કે સંપ્રજ્ઞાતનું સમાધિરૂપે નિષ્પાદન છે. ll૩-૭ll ભાવાર્થ : ચમાદિ પાંચ ચોગાંગોથી ધારણાદિ ત્રણ યોગાંગ અંતરંગ હોવાનું કારણ :
પાતંજલયોગસૂત્રના બીજા સાધનપાદમાં યોગના આઠ અંગો બતાવ્યા, તેથી સામાન્યથી જણાય કે યોગના આઠ અંગો યોગના સાધન છે. આમ છતાં સાધનપાદમાં યમાદિ પાંચ યોગાંગોનું લક્ષણ બતાવ્યા પછી પાછળના ધારણાદિ ત્રણ યોગાંગોને વિભૂતિપાદમાં કેમ લીધા ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે –
ધારણા, ધ્યાન અને સમાધિ આત્માની અંતરંગ વિભૂતિ છે, તેથી તે ત્રણ વિભૂતિપાદમાં ગ્રહણ કરેલ છે અને તે સ્પષ્ટ કરવા માટે રાજમાર્તડકાર કહે છે –
યમાદિ પાંચ યોગાંગો પરંપરાએ સમાધિના ઉપકારક છે; કેમ કે યમથી માંડીને પ્રત્યાહાર નામના યોગાંગ સુધી ઇન્દ્રિયોના વિષયોથી આત્માને વિમુખ કરવાનો યત્ન છે, તે રીતે આત્મા વિમુખ થયા પછી આત્મા સુખપૂર્વક સમાધિમાં જઈ શકે છે, તેથી યમાદિ પાંચ યોગાંગો સમાધિમાં પરંપરાએ ઉપકારક છે અને ધારણાદિ ત્રણ યોગાંગો દ્વારા યોગી સમુ=સમ્યગુ, પ્ર=પ્રકર્ષ, જ્ઞાત જ્ઞાન, તે રૂપ સંપ્રજ્ઞાતને સમાધિરૂપે નિષ્પાદન કરી શકે છે જે પોતાને યથાર્થ જ્ઞાન છે તે જ્ઞાનને ધારણાદિ ત્રણ યોગાંગો દ્વારા સમાધિરૂપે નિષ્પન્ન કરે છે તેથી યોગીનું સમ્યગ્રજ્ઞાન સમાધિરૂપે થવામાં કારણ તરીકે ધારણાદિ ત્રણ યોગાંગો છે, માટે તે ત્રણ યોગાંગો જીવના અંતરંગ વ્યાપારરૂપ છે અર્થાત્ સમાધિ પ્રત્યે સાક્ષાત્ કારણરૂપ છે. માટે ધારણાદિ ત્રણ યોગાંગોને વિભૂતિપાદમાં ગ્રહણ કરેલ છે; કેમ કે આત્માની સમાધિરૂપ વિભૂતિ પ્રત્યે તે ત્રણેય સાક્ષાત્ કારણ છે. ll૩-oll અવતરણિકા :
तस्यापि समाध्यन्तरापेक्षया बहिरङ्गत्वमाह - અવતરણિતાર્થ :
તેનું પણ=ધારણા, ધ્યાન અને સમાધિરૂપ સંયમનું પણ, અન્ય સમાધિની અપેક્ષાએ બહિરંગપણું બતાવે છે – સૂત્ર:
तदपि बहिरङ्ग निर्बीजस्य ॥३-८॥