________________
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૬-૦ જે કરણથી નીચેની ભૂમિને સાત્મીકૃત કર્યા વગર ઉત્તરની ભૂમિમાં સંયમ કરતા યોગી ફળને પામતા નથી. ||૩-૬IL.
ભાવાર્થ :
ધારણા, ધ્યાન અને સમાધિરૂપ સંયમનો ઉપયોગ :
સાધક એવા યોગીઓ પ્રત્યાહારને પ્રાપ્ત કર્યા પછી પ્રથમ નીચલી ભૂમિકાના સ્થૂલ આલંબનને ગ્રહણ કરીને ચિત્તને તે ધ્યેયમાં સ્થાપન કરે છે જે ધારણારૂપ બને ત્યારપછી તેમાં એકાગ્ર બને અને ત્યારપછી સમાધિને પામે છે – આ રીતે પ્રથમ ભૂમિકામાં યત્ન કર્યા પછી ફરી ફરી તે ભૂમિકાને સેવીને આત્મસાત્ કરે છે અને જ્યારે પ્રથમ ભૂમિકા યોગીઓને સુઅભ્યસ્ત થાય અને જણાય કે સહજ યત્નથી પોતે તે ભૂમિકામાં સ્થિર રહી શકે છે. ત્યારપછી સૂક્ષ્મ આલંબનવાળી ઉત્તરની ભૂમિકામાં યોગી યત્ન કરે તો ક્રમસર જે ચાર ગુણપર્વસ્થાનો પૂર્વમાં બતાવેલા એમાં યત્ન કરીને સંયમ દ્વારા યોગી પ્રજ્ઞાલોકને પ્રાપ્ત કરી શકે છે, પરંતુ જે યોગી પૂર્વની ભૂમિકાને કાંઈક સેવીને સુઅભ્યસ્ત કર્યા વગર ઉત્તરની ભૂમિકામાં યત્ન કરે છે તે યોગી પૂર્વભૂમિકામાં વિશેષ રીતે સંપન્ન નહિ હોવાથી ઉત્તરની ભૂમિકાને સેવી શકતા નથી, તેથી તેના ફળની પ્રાપ્તિ કરી શકતા નથી. II3-II
અવતરણિકા :
साधनपादे योगाङ्गान्यष्टावुद्दिश्य पञ्चानां लक्षणं विधाय त्रयाणां कथं न कृतमित्याશાડ૬ – અવતરણિતાર્થ :
બીજા સાધનપાદમાં આઠ યોગાંગને ઉદ્દેશ કરીને પાંચનું લક્ષણ કરીને પાછળના ત્રણ યોગાંગનું લક્ષણ કેમ ન કર્યું ? એ પ્રકારની આશંકામાં પતંજલિઋષિ કહે છે – સૂત્ર :
त्रयमन्तरङ्गं पूर्वेभ्यः ॥३-७॥
સૂત્રાર્થ :
પૂર્વથી પૂર્વના પાંચ યોગાંગોથી, ત્રણ યોગાંગો અંતરંગ છે. Il3-9ણા ટીકા :
'त्रयमिति'-पूर्वेभ्यो यमादिभ्यो योगाङ्गेभ्यः, पारम्पर्येण समाधेरूपकारकेभ्यो धारणादियोगाङ्गत्रयमन्तरङ्ग, सम्प्रज्ञातस्य समाधिरूपनिष्पादनात् ॥३-७॥