________________
૨૩૬
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ | ઉપસંહાર ટીકાર્થ:
તેવું વન્યપાઃ . તે આ રીતે પ્રસ્તુત કૈવલ્યપાદમાં વર્ણન કર્યું એ રીતે, સિદ્ધિ અંતરથી વિલક્ષણતૃતીય વિભૂતિપાદમાં બતાવાયેલી સિદ્ધિઓથી વિલક્ષણ અને સર્વ સિદ્ધિઓના મૂળભૂત એવી સમાધિસિદ્ધિને કહીને અર્થાત્ પાતંજલ યોગસૂત્ર ૪૧માં સમાધિસિદ્ધિને કહીને, જાત્યંતર પરિણામસ્વરૂપ સિદ્ધિવિશેષનું પ્રકૃતિનું આપૂરણ જ કારણ છે એ પ્રમાણે ઉપપાદન કરીને અર્થાત્ પાતંજલ યોગસૂત્ર ૪રમાં ઉપપાદન કરીને, ધર્માદિનું પ્રતિબંધકનિવૃત્તિમાત્રમાં જ સામર્થ્ય છે એ પ્રમાણે પ્રદર્શન કરીને અર્થાત્ પાતંજલયોગસૂત્ર ૪૩માં બતાવીને, નિર્માણચિત્તોનો અસ્મિતામાત્રથી ઉદ્દભવ છે એ પ્રમાણે જ્હીને અર્થાત્ પાતંજલયોગસૂત્ર ૪/૪માં ક્વીને, અને તેઓનું નિર્માણચિત્તોનું, યોગિચિત્ત જ અધિષ્ઠાપક છે એ પ્રમાણે પ્રદર્શન કરીને અર્થાત્ પાતંજલયોગસૂત્ર ૪પમાં બતાવીને, યોગિચિત્તનું ચિત્તાન્તરથી=અન્ય ચિત્તોથી વિલક્ષણપણું કહીને અર્થાત્ પાતંજલયોગસૂત્ર ૪/૬માં કહીને અને તેઓના કર્મોનું યોગીઓના કર્મોનું, અલૌકિકપણું ઉપપાદન કરીને અર્થાત્ પાતંજલયોગસૂત્ર ૪૭માં ઉપપાદન કરીને, વિપાને અનુગુણ વાસનાઓની અભિવ્યક્તિના સામર્થ્યને અને કાર્યકારણના ઐક્ય પ્રતિપાદનથી વ્યવહિત એવી પણ વાસનાઓના આનંતર્યને ઉપપાદન કરીને અર્થાત્ પાતંજલયોગસૂત્ર ૪૮-માં ઉપપાદન કરીને, આશિષનું મહામોહરૂપી આશાનું નિત્યપણું હોવાને કારણે તેઓનું વાસનાઓનું અનાદિપણું ઉપપાદન કરીને અર્થાત્ પાતંજલયોગસૂત્ર ૪/૧૦માં સિદ્ધ કરીને,] તેઓના=વાસનાઓના આતંત્યમાં પણ હેતુ અને ફલાદિ દ્વારા હાનને બતાવીને અર્થાત્ પાતંજલ યોગસૂત્ર ૪/૧૧માં હનને બતાવીને, અતીત અધ્વાદિમાં ધર્મોના સદ્દભાવનું ઉપપાદન કરીને, અર્થાત્ પાતંજલયોગસૂત્ર ૪/૧૨માં ઉપપાદન કરીને, વિજ્ઞાનવાદનું નિરાકરણ કરીને અર્થાત્ પાતંજલયોગસૂત્ર ૪/૧૩થી ૧૫માં વિજ્ઞાનવાદનું નિરાકરણ કરીને, અને સાકારવાદનું પ્રતિષ્ઠાપન કરીને અર્થાત્ પાતંજલયોગસૂત્ર ૪|૧૬માં સાકારવાદનું પ્રતિષ્ઠાપન કરીને, પુરુષનું જ્ઞાતૃપણું કહીને અર્થાત્ પાતંજલયોગસૂત્ર ૪/૧૭માં પુરુષનું જ્ઞાતૃપણું કહીને, ચિત્ત દ્વારા સક્લવ્યવહારની નિષ્પત્તિનું ઉપપાદન કરીને અર્થાત્ પાતંજલયોગસૂત્ર ૪/૧૮થી ૨૨ સુધીમાં ઉપપાદન કરીને, પુરુષના સત્ત્વમાં પ્રમાણ બતાવીને અર્થાત્ પ્રકૃતિથી અતિરિક્ત આત્માના સત્ત્વમાં પાતંજલયોગસૂત્ર ૪૨૩માં પ્રમાણ બતાવીને, કૈવલ્યના નિર્ણય માટે દશ સૂત્રો વડે અર્થાત્ પાતંજલયોગસૂત્ર ૪,૨૪થી ૩૩ સુધીના દશમૂત્રો વડે, ક્રમસર ઉપયોગી અર્થને ક્વીને મુક્તિરૂપ કૈવલ્યની પ્રાપ્તિ માટે ઉપયોગી અર્થને કહીને, શાસ્ત્રાન્તરમાં પણ અન્ય શાસ્ત્રમાં પણ, આ જ કેવલ્ય છે, એ પ્રમાણે ઉપપાદન કરીને, અર્થાત્ પાતંજલ યોગસૂત્ર ૪૩૩માં ઉપપાદન કરીને કેવલ્યનું સ્વરૂપ નિર્ણત કરાયું ચોથા કૈવલ્યપાદ દ્વારા મુક્ત આત્માનું સ્વરૂપ નિર્મીત કરાયું, એ પ્રમાણ કૈવલ્યપાદ વિવરણ કરાયો.
सर्वे यस्य वशाः प्रतापवसतेः पादान्तसेवानति, प्रभ्रश्यन्मुकुटेषु मूर्धसु दधत्याज्ञां धरित्रीभृतः । यद्वक्त्राम्बुजमाप्य गर्वमसमं वाग्देवताऽपि श्रिता; स श्रीभोजपतिः फणाधिपतिकृत् सूत्रेषु वृत्तिं व्यधात् ॥१॥