________________
૧૯૩
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | કૈવલ્યપાદ | સૂત્ર-૨૦-૨૮ વ્યુત્થાનના સંસ્કારો નષ્ટ થાય છે અને નષ્ટ થયેલા એવા તે વ્યુત્થાનના સંસ્કારો દબૂબીજ જેવા થવાથી અહંકાર અને મમકાર જ્ઞાનના પરિણામસ્વરૂપે જાગૃત થતાં નથી, તેથી યોગી અસ્મલિત વિવેકના સંસ્કારોના બળથી=પ્રકૃતિથી ભિન્ન આત્મનિરીક્ષણના સંસ્કારોના બળથી, મોક્ષમાર્ગમાં ગમન કરી શકે છે. ૪-૨ol. અવતરણિકા :
एवं प्रत्ययान्तरानुदयेन स्थिरीभूते समाधौ यादृशस्य योगिनः समाधिप्रकर्षप्राप्तिर्भवति तथाविधमुपायमाह - અવતરણિકા :
આ રીતે પાતંજલયોગસૂત્ર ૪-૨૪થી ૪-૨૭ સુધી બતાવ્યું એ રીતે, પ્રત્યયાંતરનો અનુદય થવાથી=સાધક્યોગીના ચિત્તમાં વચ્ચે વચ્ચમાં વ્યુત્થાનના સંસ્કારોનો અનુદય થવાથી, સ્થિરીભૂત સમાધિ થયે છતે જેવા પ્રકારના ઉપાયથી યોગીને સમાધિના પ્રકર્ષની પ્રાપ્તિ થાય છે, તેવા પ્રકારના ઉપાયને બતાવે છે –
સૂત્ર :
प्रसङ्ख्यानेप्यकुसीदस्य सर्वथा विवेकख्यातेर्धर्ममेघः समाधिः ॥४-२८॥
સૂત્રાર્થ :
પ્રસંખ્યાનમાં પણ તત્ત્વના યથાવસ્થિત સ્વરૂપના ભાવનમાં પણ, અકુસીદ એવા યોગીને ફળની અલિપ્તાવાળા એવા યોગીને, સર્વથા વિવેકખ્યાતિથી ધર્મમેઘસમાધિ થાય છે. I૪-૨૮ ટીકા :
'प्रसङ्ख्यान इति'-प्रसङ्ख्यानं यावतां तत्त्वानां यथाक्रमं व्यवस्थितानां परस्परविलक्षणस्वरूपविभावनं, तस्मिन् सत्यप्यकुसीदस्य-फलमलिप्सोः, प्रत्ययान्तराणामनुदये सर्वप्रकारविवेकख्याते: परिशेषाद्धर्ममेघः समाधिर्भवति, प्रकृष्टमशुक्लकृष्णं धर्मं परमपुरुषार्थसाधकं मेहति सिञ्चतीति धर्ममेघः, अनेन प्रकृष्टधर्मस्यैव ज्ञानहेतुत्वमित्युपपादितं મવતિ I૪-૨૮ ટીકાર્ય :
પ્રસધ્ધાનં ... મવતિ, પાતંજલદર્શનાનુસાર જેટલા તત્ત્વો યથાક્રમ વ્યવસ્થિત છે, તેઓના પરસ્પર વિલક્ષણસ્વરૂપનું ભાવન પ્રસંખ્યાન છે, તે પોતે છતે પ્રસંખ્યાન હોતે છતે, અકુસીદ એવા યોગીને ફળની અલિપ્સાવાળા એવા યોગીને, પ્રત્યાંતરનો અનુદય થયે છતે વચ્ચે વચ્ચમાં વ્યુત્થાનના