________________
૧૯૨
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | કૈવલ્યપાદ | સૂત્ર-૨૦
સૂત્ર :
हानमेषां क्लेशवदुक्तम् ॥४-२७॥
સૂત્રાર્થ:
આમનો=વ્યત્યાનના સંસ્કારોનો, ક્લેશની જેમ અવિધા આદિ ક્લેશોની જેમ, હાન=નાશ, કહેવાયો છે. ૪-૨થા ટીકા :
'हानमिति'-यथा क्लेशानामविद्यादीनां हानं पूर्वमुक्तं तथा संस्काराणामपि कर्तव्यम्, यथा ते ज्ञानाग्निना प्लुष्टा दग्धबीजकल्पा न पुनश्चित्तभूमौ प्ररोहं लभन्ते तथा संस्कारा अपि
ટીકાર્ય :
યથા ..... ગપિ જે પ્રમાણે અવિદ્યા વગેરે ક્લેશોનો હાન પૂર્વમાં પાતંજલયોગસૂત્ર ૨, ૧૦-૧૧માં કહેવાયો છે, તે પ્રમાણે સંસ્કારોનો પણ વ્યુત્થાનના સંસ્કારોનો પણ (ાન) કરવો જોઈએ. જે પ્રમાણે તે અવિદ્યાદિ ક્લેશો, જ્ઞાનરૂપ અગ્નિથી નાશ પામેલા દગ્ધબીજ જેવા ફરી ચિત્તભૂમિમાં પ્રરોહ પામતાં નથી, તે પ્રમાણે સંસ્કારો પણ અર્થાત્ વ્યુત્થાનના સંસ્કારો પણ, જ્ઞાનરૂપ અગ્નિથી નાશ પામેલા ફરી ચિત્ત ભૂમિમાં પ્રરોહ પામતાં નથી અર્થાત્ ઉત્પન્ન થતાં નથી. ll૪-૨૭ll
ભાવાર્થ :
જેમ જ્ઞાનરૂપી અગ્નિથી અવિધા આદિ ક્લેશો દગ્ધબીજ બને છે તેની જેમ વ્યુત્થાનના સંસ્કારોનો નાશ :
યોગમાર્ગમાં રહેલા યોગીઓ વિવેકથી નમ્રમાર્ગવાળું ચિત્ત કરીને મોક્ષમાર્ગને અનુકૂળ યત્ન કરે છે ત્યારે વ્યુત્થાનના સંસ્કારો વચ્ચે-વચ્ચમાં પ્રગટ થાય છે, તેનો નાશ યોગીએ કરવો જોઈએ, જેથી યોગમાર્ગની પ્રવૃત્તિ નિરાકુલ બને. કઈ રીતે વ્યુત્થાનના સંસ્કારોનો નાશ યોગીએ કરવો જોઈએ તેથી કહે છે –
જેમ પૂર્વમાં અવિદ્યા આદિ ક્લેશોના નાશનો ઉપાય બતાવ્યો, તે પ્રમાણે વ્યુત્થાનના સંસ્કારોનો પણ યોગીએ નાશ કરવો જોઈએ. તે સ્પષ્ટ કરતાં કહે છે –
જે પ્રમાણે અવિદ્યા આદિ ક્લેશો જ્ઞાનરૂપી અગ્નિથી બળી જાય છે ત્યારે બળેલા બીજ જેવા થવાથી તે ક્લેશો ચિત્તભૂમિમાં ઉત્પન્ન થતાં નથી તે પ્રમાણે યોગીએ પોતાના પારમાર્થિક જ્ઞાનના સંસ્કારો છે તે અત્યંત જાગૃત કરવા જોઈએ અર્થાત્ આત્માના ચિસ્વરૂપનું તે રીતે વારંવાર ભાવન કરવું જોઈએ જેનાથી ચિકૂપ આત્મસ્વરૂપમાં મગ્નતા આવે તેવા તીવજ્ઞાનના ઉપયોગના બળથી