SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ | સૂત્ર-૨૩-૨૪ પુરુષ અસંહત છે, તેમ સિદ્ધ થાય નહીં તોપણ પુરુષ કઈ રીતે અસંહત છે, તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – પુરુષ અસંહતસ્વરૂપ છે તેમાં યુક્તિઃ જગતમાં દેખાતા ઘટ-પટાદિ બાહ્ય વિષયો તામસપરિણામવાળા છે અને તેનાથી શરીર પ્રકૃષ્ટ છે; કેમ કે પ્રકાશરૂપ ઇન્દ્રિયોનો આશ્રય છે અને તેનાથી પણ શરીરથી પણ, ઇન્દ્રિયો પ્રકર્ષવાળી છે; કેમ કે સ્વયં પ્રકાશરૂપ છે અને ઇન્દ્રિયોથી પણ પ્રકાશરૂપ એવું સત્ત્વ=ચિત્ત, પ્રકૃષ્ટ છે અને તે ચિત્તનો જે પ્રકાશક એવો ચિરૂપ આત્મા છે તે પ્રકાશ્ય એવા સર્વ પદાર્થોથી વિલક્ષણ છે, તેથી પ્રકાશ્ય એવા સર્વ પદાર્થોથી વિલક્ષણ ચિરૂપ પ્રકાશક સંહત કેવી રીતે હોઈ શકે ? અર્થાતુ ન હોઈ શકે માટે પુરુષને શયન, આસન વગેરેની જેમ કે શરીરધારી પુરુષની જેમ અનેક પરમાણુ વગેરેથી સંત સ્વીકારેલ નથી પરંતુ અસંહત એકરૂપ સ્વીકારેલ છે. આ પ્રકારે પાતંજલદર્શનકાર કહે છે. I૪-૨૩ અવતરણિકા: इदानीं शास्त्रफलं कैवल्यं निर्णेतुं दशभिः सूत्रैरुपक्रमते - અવતરણિકાW: હવે શાસ્ત્રનું ફળ કેવળપણું પુરુષનું પ્રકૃતિથી પૃથપણારૂપ કેવળપણું, નિર્ણય કરવા માટે દશ સૂત્રો વડે પતંજલિઋષિ ઉપક્રમ આરંભ, કરે છે – સૂત્રઃ विशेषदर्शिन आत्मभावभावनानिवृत्तिः ॥४-२४॥ સૂત્રાર્થ : વિશેષદર્શીને સત્વરૂપબુદ્ધિ અને પુરુષ એબેના ભેદને જોનારાને, આત્મભાવની ભાવનાની નિવૃત્તિ છે= “પ્રકૃતિની જે પ્રવૃત્તિ છે તે પોતાનો ભાવ છે”, એ પ્રકારની ભાવનાની નિવૃત્તિ છે. I૪-૨૪ll ટીકાઃ 'विशेषेति'-एवं सत्त्वपुरुषयोरन्यत्वे साधिते यस्तयोविशेषं पश्यति अहमस्मादन्य इत्येवं रूपं, तस्य विज्ञातचित्तस्वरूपस्य चित्ते याऽऽत्मभावभावना सा निवर्तते चित्तमेव कर्तृ ज्ञातृ भोक्तृ इत्यभिमानो निवर्तते ॥४-२४॥ ટીકાઈ: વં....નિવર્તિતે . આ રીતે પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે સત્ત્વ અને પુરુષનું અન્યપણું સાધિત
SR No.022736
Book TitlePatanjalyog Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy