________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ | સૂત્ર-૨૩
૧૮૦
લોકમાં શયન, આસન વગેરે અનેક પરમાણુઓના મળવાથી થયેલા પદાર્થો છે તેથી સંહત્ય છે અને તે તે આસન, શયન વગેરેના ભોગવનારા પુરુષને ઉપયોગી અર્થક્રિયાને તે આસન, શયન વગેરે કરનારા છે, તેમ ચિત્ત પણ સત્ત્વ, રજસ્ અને તમસ્ એ ત્રણથી સંહત્ય થઈને બનેલું છે અને કોઈક અર્થક્રિયા કરે છે અને જે અર્થક્રિયા કરે છે તે પુરુષ માટે કરે છે તેથી એ ફલિત થાય છે કે, સંસારી જીવોનું ચિત્ત સત્ત્વ, રજસ્ અને તમથી બનેલું છે અને પુરુષના ભોગ અને અપવર્ગ સંપાદન માટે પ્રવૃત્તિ કરે છે, તેથી ચિત્તથી અતિરિક્ત પુરુષ છે, તેમ સિદ્ધ થાય છે.
અહીં શંકા થાય કે, શયન, આસન વગેરેને ભોગવનાર પુરુષ શરીરધારી છે અને તે દૃષ્ટાંતના બળથી ચિત્તને પરપ્રયોજન અર્થે અર્થક્રિયા કરનાર સ્વીકારવામાં આવે તો શરીરધારી પુરુષ જેવો જ આત્મા સિદ્ધ થાય અને શરીર પણ અનેક પરમાણુના સંચયરૂપ હોવાથી સંહતરૂપ છે, જ્યારે પાતંજલદર્શનકાર તો આત્માને અસંહતરૂપ માને છે, તેથી દૃષ્ટાંતના બળથી અસંહતરૂપ આત્મા કઈ રીતે સિદ્ધ થાય ? તે સ્પષ્ટ કરતાં રાજમાર્તંડ ટીકાકાર કહે છે
-
દૃષ્ટાંતના બળથી અસંહતરૂપ આત્માની સિદ્ધિ
જો કે સામાન્યથી ‘જે જે સંહત હોય તે પરાર્થ હોય' તે પ્રકારે વ્યાપ્તિ ગ્રહણ થાય છે, તોપણ સત્ત્વ, રજસ્ અને તમથી વિલક્ષણ એવા ધર્મીના પર્યાલોચનને કારણે દેહધારી પુરુષ કરતા વિલક્ષણ એવો ભોક્તા પુરુષ પરશબ્દથી સિદ્ધ થાય છે. તેમાં દષ્ટાંત બતાવે છે
જેમ - ચંદનવનથી આવૃત્ત કોઈ પર્વત હોય અને તેમાં અગ્નિ લાગે ત્યારે તે અગ્નિથી જે ધૂમ ઉત્પન્ન થાય છે તે ધૂમ અન્ય કાષ્ઠના અગ્નિ કરતાં વિલક્ષણ હોય છે; કેમ કે તે ધૂમમાં ચંદનની સુગંધ વર્તે છે અને તેવા વિલક્ષણ ધૂમથી પર્વતમાં વહ્નિ છે તેમ અનુમાન થાય છે, તે વહ્નિ પણ ઇતર વહ્નિથી વિલક્ષણ એવો ચંદનથી પ્રભવ–ઉત્પન્ન થયેલો છે, તેમ પ્રતીત થાય છે; કેમ કે ઇતર એવા વહ્નિથી સુગંધી ધૂમ થતો નથી અને ચંદનથી ઉત્પન્ન થયેલા વતિથી સુગંધી ધૂમ થાય છે, તેથી નક્કી થાય છે કે અન્ય કાષ્ઠાદિથી ઉત્પન્ન થયેલ વહ્નિથી વિલક્ષણ એવો આ ચંદનથી ઉત્પન્ન થયેલો વહ્નિ છે. એ રીતે પ્રસ્તુતમાં પણ અનુમાન કરાય છે કે શયન, આસન વગેરેથી વિલક્ષણ એવા સત્ત્વપરિણામવાળા ચિત્તરૂપ ભોગ્યનો ભોક્તા વિલક્ષણ છે, તેથી શયન, આસન વગેરેના ભોક્તા શરીરધારી પુરુષ અસંહત નહિ હોવા છતાં શયન, આસન વગેરેથી વિલક્ષણ એવા સત્ત્વગુણવાળા ચિત્તનો ભોક્તા અસંહત એવો પુરુષસિદ્ધ થાય છે.
પૂર્વમાં દૃષ્ટાંતથી સિદ્ધ કર્યું કે શયન, આસન વગેરે ઘણા પરમાણુઓના બનેલા છે અને તે પરાર્થ છે; કેમ કે શરીરધારી પુરુષને ભોગવવા માટે શયન, આસન વગેરે છે, તેમ સત્ત્વ, રજસ્ અને તમસ્ સ્વરૂપ ચિત્ત પણ પરાર્થ છે અને તે ૫૨પુરુષ છે. એ રીતે જો કે પુરુષનું સર્વથી ઉત્કૃષ્ટપણારૂપ પરત્વ પ્રતીત થાય છે અર્થાત્ અન્ય સર્વ પદાર્થો કરતાં પુરુષ સર્વોત્કૃષ્ટ છે અને તેમાં રહેલું સર્વોત્કૃષ્ટત્વ પરત્વ છે, તેમ પ્રતીત થાય છે, તેવા પરત્વવાળા પુરુષના પ્રયોજન અર્થે ચિત્ત છે, તેમ સ્વીકારવાથી