________________
૧૪૦
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ / સૂત્ર-૧૪ / સૂત્ર-૧૪ની ઉપા. મ.સા.ની ટિપ્પણી
રર્ અંગી છે અને ક્યારેક તમસ્ અંગી છે એ પ્રકારનો પરિણામ, તેનું એકપણું હોવાથી વસ્તુનું ચિત્રૂપ વસ્તુનું, તત્ત્વ=એકત્વ વ્હેવાય છે, જે પ્રમાણે આ પૃથિવી, આ વાયુ ઇત્યાદિ કહેવાય છે. II૪-૧૪|| ભાવાર્થ :
પરિણામનું એકપણું હોવાથી ચિત્ત આદિ વસ્તુઓનું તત્ત્વ=એકત્વ :
પાતંજલમતાનુસાર દરેક વસ્તુ સત્વગુણ રજોગુણ અને તમોગુણવાળી છે, તેથી તે વસ્તુને ત્રણ ગુણસ્વરૂપ કહેવી જોઈએ. આમ છતાં વ્યવહારમાં આ સત્ત્વગુણવાળી વસ્તુ છે, આ તમોગુણવાળી વસ્તુ છે, આ રજોગુણવાળી વસ્તુ છે એ પ્રમાણે વ્યવહાર થાય છે. તેની સંગતિ બતાવતાં કહે છે –
જો કે દરેક વસ્તુમાં ત્રણ ગુણો છે તોપણ તેઓનો અંગાગભાવસ્વરૂપ જે પરિણામ છે તે કોઈક વસ્તુમાં સત્ત્વરૂપ અંગી છે, કોઈક વસ્તુમાં રજરૂપ અંગી છે અને કોઈક વસ્તુમાં તમરૂપ અંગી છે, અને તે સત્ત્વાદિ પરિણામનું એકપણું હોવાથી વસ્તુનું એકત્વ કહેવાય છે, આથી જ સત્ત્વગુણ પ્રધાન જેમનું ચિત્ત છે તે ચિત્તને ત્રિગુણાત્મક કહેવાતું નથી પરંતુ સત્ત્વગુણવાળું કહેવાય છે, રજોગુણપ્રધાન જેમનું ચિત્ત છે તે ચિત્તને રજોગુણવાળું કહેવાય છે અને તમોગુણપ્રધાન જેમનું ચિત્ત છે તે ચિત્તને તમોગુણવાળું કહેવાય છે.
તેમાં દૃષ્ટાંત આપે છે - જે પ્રમાણે આ પૃથિવી છે, આ વાયુ છે એ પ્રમાણે કહેવાય છે. વસ્તુતઃ પૃથિવી અનેક ગુણવાળી છે તોપણ પૃથ્વીત્વગુણને આશ્રયીને પૃથિવી કહેવાય છે. તેમ સત્ત્વગુણવાળા ચિત્તને સાત્ત્વિક કહેવાય છે. રજોગુણવાળા ચિત્તને રાજસી કહેવાય છે અને તમોગુણવાળા ચિત્તને તામસી કહેવાય છે. II૪-૧૪॥
પાતંજલયોગસૂત્ર ૪-૧૪ ઉપર પૂજય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ સાહેબની ટિપ્પણરૂપ
વ્યાખ્યા:
[य.] व्याख्या-एकानेकपरिणामस्याद्वादाभ्युपगमं विना दुःश्रद्धानमेतत् ॥
અર્થ :
વસ્તુના એક, અનેક પરિણામરૂપ સ્યાદ્વાદના સ્વીકાર વગર આ=પ્રસ્તુત પાતંજલયોગસૂત્ર ૪-૧૪માં પાતંજ્લદર્શનકારે કહ્યું કે પરિણામના એકત્વથી વસ્તુનું એકત્વ છે એ, દુ:શ્રદ્ધાન છે=શ્રદ્ધા કરી શકાય તેવું નથી.
ભાવાર્થ:
પાતંજલદર્શનકારને એક, અનેકપરિણામરૂપ સ્યાદ્વાદના સ્વીકારવગર વસ્તુનું એકત્વ દુઃ શ્રદ્ધાન :
જૈનદર્શનની પ્રક્રિયાનુસાર નિત્યાનિત્ય, ભેદાભેદ, એક, અનેકાદિરૂપ અનેક પ્રકારના સ્યાદ્વાદનો સ્વીકાર છે. તેમાંથી એક, અનેક પરિણામરૂપ સ્યાદ્વાદને પાતંજલદર્શનકાર સ્વીકારે તો પરિણામના